વર્લ્ડ કપ 2019: ભારતે પોતાની પ્રથમ મેચ જીતી, આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 13:36:21
  • Views : 529
  • Modified Date : 2019-06-06 13:36:21

વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 230 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે છઠ્ઠી ઓવરમાં 13 રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવનને રબાડાએ ડીકોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 54 રન હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી (18) ફેહલુકવાયોનો શિકાર બન્યો હતો. તેણે 34 બોલનો સામનો કરતા 1 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ ટીમે 139 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ (26) રબાડાનો શિકાર બન્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 બાઉન્ડ્રી ફટકારી હતી. 

Download Our B K News Today App



Related News