ભારત જીતથી 2 વિકેટ દૂર, દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 132/8; સાહા ઈજાગ્રસ્ત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-10-21 18:17:17
- Views : 479
- Modified Date : 2019-10-21 18:17:17
ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની 16 વિકેટ પડી હતી. ભારતીય બોલર્સે ગ્રુપમાં એટેક કરતા પ્રથમ દાવમાં તેમને 162 રનમાં ઓલઆઉટ કર્યું હતું. 335 રનની લીડ મેળવી યજમાને ફોલોઓન કર્યું હતું. પ્રોટિયાસે બીજા દાવમાં 8 વિકેટે 132 રન કર્યા છે અને ભારતથી 203 રન પાછળ છે. બીજા દાવમાં ભારત માટે મોહમ્મદ શમીએ 3, ઉમેશ યાદવે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.એલ્ગરના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે બ્રૂઇન બેટિંગ કરવા આવ્યો. ડિન એલ્ગર 16 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો.કપ્તાન ફાફ ડુ પ્લેસીસ 4 રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં કવિન્ટન ડી કોક 5 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝુબેર હમઝા શૂન્ય રને શમીની બોલિંગમાં આઉટ થયો હતો. એક સીરિઝમાં ઓપનિંગ જોડીની સૌથી ઓછી એવરેજ (મિનિમમ 5 ઇનિંગ્સ) 3.33 પાકિસ્તાન vs વેસ્ટ ઇન્ડિઝ 1990/91, 3.83 શ્રીલંકા vs ઇંગ્લેન્ડ 2006, 4.50 શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા 2016, 4.83 દ.આફ્રિકા vs ભારત 2019/20, દ. આફ્રિકા પ્રથમ દાવમાં 162 રનમાં ઓલઆઉટ, ભારતે ફોલોઓન કર્યું.દક્ષિણ આફ્રિકા ભારત સામે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં 162 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને પ્રથમ દાવમાં 335 રનની લીડ મળી છે અને તેણે મહેમાન ટીમ પર ફોલોઓન કર્યું છે. પ્રોટિયાસ માટે ઝુબેર હમઝાએ મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. તે ઉપરાંત ટેમ્બા બાવુમાએ 32 રન અને જોર્જ લિન્ડેએ 37 રનનું યોગદાન આપ્યું હતું. તેમનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન સ્કોર કરી શક્યો ન હતો. ભારત માટે ઉમેશ યાદવે 3 વિકેટ, જયારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી.ઉમેશ યાદવ ભારતમાં સતત પાંચ ઇનિંગ્સમાં 3થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. ઘરઆંગણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ઉમેશનું પ્રદર્શન: 6/88, 4/45, 3/37, 3/22 અને 3/40. ભારત ઘરઆંગણે છેલ્લે એક સીરિઝમાં શ્રીલંકા પર બે વાર ફોલોઓન કર્યું હતું. 1993ની તે સીરિઝમાં ઇન્ડિયાએ લંકા પર લખનૌ અને બેંગ્લુરુ ખાતે ફોલોઓન કર્યું હતું.સૌથી વધુ વાર વિરોધી ટીમ પર ફોલોઓન કરનાર ભારતીય કેપ્ટન:8 વિરાટ કોહલી, 7 મોહમ્મદ અઝહર, 5 એમએસ ધોની, 4 સૌરવ ગાંગુલી ભારતની પ્રથમ ઇનિંગ્સમાં દ. આફ્રિકા સામે સર્વાધિક લીડ: 347 કોલકાતા 2009/10, 335 રાંચી 2019/20, 326 પુણે 2019/20, 213 દિલ્હી 2015/16, 165 જોહાનેસબર્ગ 2006/07 136 નાગપુર 2015/16 ભારતીય બોલર્સ જેમણે સ્ટમ્પિંગ દ્વારા મેડન વિકેટ લીધી:ડબ્લ્યુ વી રમણ (કર્ટની વોલ્શ)એમ વેંકટરામન (ડી હાયન્સ)આશિષ કપૂર (કાર્લ હૂપર)શાહબાઝ નદીમ (ટેમ્બા બાવુમા)બીજા દિવસના અંતે દ. આફ્રિકા 9/2, ભારતથી 488 રન પાછળ, રોહિતે ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી મારી.ભારત ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ભારતે 497/9 દાવ ડિક્લેર કર્યો હતો. રોહિત શર્માએ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારતાં 212 રન અને અજિંક્ય રહાણે 11મી સદી ફટકારતાં 115 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં મહેમાન ટીમે 9 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે અને ભારત કરતાં 488 રન પાછળ છે. ફાફ ડુ પ્લેસીસ 1 રને અને ઝુબેર હમઝા 0 રને અણનમ છે. ડિન એલ્ગર શૂન્ય અને કવિન્ટન ડી કોક ચાર રને અનુક્રમે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવના શિકાર બન્યા હતા.રોહિત ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર ચોથો ખેલાડી બન્યો. રોહિતની શાનદાર ઇનિંગ્સ થકી ભારતે પ્રથમ દાવમાં જંગી સ્કોર કર્યો હતો. તેણે ગિડીની બોલિંગમાં પુલ શોટ રમીને ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારીને 200 રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો ચોથો પ્લેયર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી. તે ઉપરાંત અજિંક્ય રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી મારીને 115 રન કર્યા હતા. રોહિત- રહાણેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી. તે બંને સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ કરિયરની 13મી ફિફટી મારી હતી. તે 51 રને આઉટ થયો હતો. તેમજ 9મા ક્રમે બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે 10 બોલમાં 5 છગ્ગાની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે જોર્જ લિન્ડેએ 4 વિકેટ લીધી હતી. રોહિત દ. આફ્રિકા સામે 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉ પ્રોટિયાસ સામે સૌથી વધુ રનનો રેકોર્ડ મોહમ્મદ અઝહરના નામે હતો. અઝહરે 1996/97માં 388 રન કર્યા હતા.ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ એવરેજ:રોહિત શર્મા- 99.84, સર ડોન બ્રેડમેન- 98.22 રોહિત ભારત માટે સીરિઝમાં 500 રન કરનાર પાંચમો ઓપનર બન્યો. તેની પહેલા વિનુ માંકડ, બી કુંદરન, સુનિલ ગાવસ્કર (5 વાર) અને વિરેન્દ્ર સહેવાગ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અજિંક્ય રહાણે 115 રને જોર્જ લિન્ડેની બોલિંગમાં ક્લાસેન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે તેમજ ભારતમાં ત્રણ વર્ષ પછી ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો હતો. રહાણે અને રોહિતે ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી.પ્રથમ દિવસના અંતે ભારત 224/3 ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 224 રન કર્યા છે. રોહિત શર્મા 116 રને અને અજિંક્ય રહાણે 83 રને રમી રહ્યા છે. ખરાબ પ્રકાશ (બેડ લાઈટ)ના લીધે મેચ અટકી હતી અને 58 ઓવરની રમત જ શક્ય બની હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની છઠી સદી અને રહાણેએ 21મી ફિફટી મારી હતી. રોહિતે સ્પિનર પીટની બોલિંગમાં વાઈડ લોન્ગ-ઓફ પર સિક્સ મારીને સ્ટાઇલથી 100 રન પૂરા કર્યા હતા. ઘરઆંગણે છેલ્લી 11માંથી 9 ઇનિંગ્સમાં રોહિતે 50થી વધુનો સ્કોર કર્યો છે. રોહિતે સીરિઝમાં ત્રીજી સદી મારી છે, અગાઉ વિશાખાપટ્ટનમમાં 176 અને 127 રનની ઇનિંગ્સ રમી હતી. રોહિત એક સીરિઝમાં સૌથી વધુ રન સિક્સ બેટ્સમેન બન્યો. રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 17 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે વિન્ડીઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો છે. હેટમાયરે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ 15 સિક્સ મારી હતી. રોહિતની પહેલા ભારત માટે આ રેકોર્ડ હરભજનસિંહના નામે હતો. ભજ્જીએ 2010માં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં 14 સિક્સ મારી હતી.અગ્રવાલ, પુજારા અને કોહલી ફ્લોપ રહ્યા, રોહિત-રહાણેએ બાજી સંભાળી ભારતે 39 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા તેની શરૂઆત ખરાબ રહી હતી. મયંક અગ્રવાલ 10 રને રબાડાની બોલિંગમાં ત્રીજી સ્લીપમાં એલ્ગરના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ચેતેશ્વર પુજારા શૂન્ય રને રબાડાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 12 રને એનરિચ નોર્ટજેની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો, કોહલીએ રિવ્યુ લીધો હતો, પરંતુ અમ્પાયર્સ કોલ આવતા તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. પ્રથમ સેશનમાં 23 ઓવરમાં 3 વિકેટે 71 રન કર્યા હતા. તે પછી બીજા સેશનમાં રોહિત-રહાણેની ભાગીદારી થકી ભારતે વિના વિકેટે 134 રન ફટકાર્યા હતા અને બાજી સંભાળી હતી.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 59
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 154
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 148
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 136
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 116
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 106
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 90
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 99
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 59
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 94
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 79
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 70
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 89
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 70
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 72
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 84
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 200
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 186
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 186
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 169
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 84
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 91
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 90
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 72
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 72
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 76
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 87
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 81
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 75
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 78
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 75
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 82
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 94
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 67
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 76
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 124
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 71
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 106
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 68
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 77
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 77
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 71
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 68
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 76
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 239
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 331
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 77
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 89
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 72
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 73



