ઈંગ્લેંડની ખરાબ શરૂઆત, લંચ સુધી 39 રન પર 4 વિકેટ ગુમાવી; અશ્વિનને 2 સફળતા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:53:00
  • Views : 348
  • Modified Date : 2021-02-14 11:53:00

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નઇના ચેપક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 329 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડે લંચ સુધી 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત નબળી રહી. પ્રથમ ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટર ઇશાંત શર્માએ ઓપનર રોરી બર્ન્સને LBW કર્યો. ઇંગ્લિશ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ પછી સ્પિનર ​રવિચંદ્રન અશ્વિને ડોમ સિબ્લી (16) ને આઉટ કર્યો. વિરાટ કોહલીએ તેનો કેચ કર્યો હતો.

    બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ પર 300 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ટીમ માત્ર 29 રન જ બનાવી શકી હતી. દિવસની બીજી ઓવરમાં ટીમે 2 વિકેટ ગુમાવી. મોઇન અલીએ અક્ષર પટેલ અને ઇશાંત શર્માને પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ 96મી ઓવરમાં ઓલી સ્ટોને કુલદીપ યાદવને અને મોહમ્મદ સિરાજને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને રોકી હતી.ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ અત્યાર સુધીમાં 161 અને અજિંક્ય રહાણેએ 67 રનની ઈનિંગ્સ રમી છે. ઋષભ પંત 77 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો. ઇંગ્લેન્ડના મોઇન અલીએ 4 અને ઓલી સ્ટોને 3 વિકેટ લીધી હતી. જેક લીચને 2, જ્યારે જો રુટને 1 વિકેટ મળી.

    ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સતત ચોથી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તેણે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 91 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા તેણે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે 89 અને સિડનીમાં 97 રન બનાવ્યા હતા.

    ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં એક પણ વધારાનો રન બનાવ્યો ન હતો. આ ટેસ્ટ ઇતિહાસની ઇનિંગ્સનો સૌથી વધુ સ્કોર (329 રન) છે, જેમાં કોઈપણ એક્સ્ટ્રા રન નથી. આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે થઈ ગયો. આ પહેલા પાકિસ્તાને 1955માં લાહોર ટેસ્ટમાં 238 રન બનાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાએ કોઈ વધારાનો રન આપ્યો ન હતો.ભારતીય જમીન પર ત્રીજી વખત બંને ટીમોએ પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય પર પ્રથમ વિકેટ ગુમાવી છે. આ પહેલા 1988માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને 1987માં પાકિસ્તાન સામે આવું થયું હતું.

    ઇશાંત શર્મા ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની 100 ટેસ્ટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર બીજો ખેલાડી બની ગયો છે. આ દરમિયાન તે 32 વાર ખાતું ખોલી શક્યો નથી. આ મામલામાં ન્યૂઝીલેન્ડનો ક્રિસ માર્ટિન ટોપ પર છે. તે 36 વખત શૂન્ય આઉટ થયો હતો. જ્યારે કર્ટની વોલ્શ 29, ગ્લેન મેકગ્રા 28, મુથૈયા મુરલીધરન 26 અને શેન વોર્ન 25 વખત શૂન્ય પર આઉટ થયો છે.રોહિત કરિયરની પ્રથમ 7 સદી ભારતમાં મારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. તેની પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીને કરિયરની પહેલી 6 સદી ભારતમાં બનાવી હતી. રોહિત શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં સદી મારનાર પ્રથમ બેટ્સમેન છે.


Download Our B K News Today App



Related News