લંચ બ્રેક: ભારત 106/3, રોહિત શર્મા સદીથી 20 રન દૂર, વિરાટ કોહલી અને શુભમન ગિલ શૂન્ય રને આઉટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 12:11:33
  • Views : 425
  • Modified Date : 2021-02-13 12:11:33

    ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે 3 વિકેટે 106 રન કર્યા છે. રોહિત શર્મા 80 રને અને અજિંક્ય રહાણે 5 રને ક્રિઝ પર ઊભા છે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની 12મી ફિફટી મારી છે. ઇંગ્લેન્ડ માટે જેક લીચ, ઓલી સ્ટોન અને મોઇન અલીએ 1-1 વિકેટ લીધી.ગિલ શૂન્ય રને આઉટ થયો તે પછી રોહિત અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 85 રન કર્યા હતા. પૂજારા 21 રને જેક લીચની બોલિંગમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો.

    શુભમન ગિલ શૂન્ય રને ઓલી સ્ટોનની બોલિંગમાં LBW થયો હતો. ભારતે શૂન્ય રને પ્રથમ વિકેટ ગુમાવી હતી, જોકે તે પછી રોહિત અને પૂજારાએ બાજી સંભાળી.ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. અક્ષર ભારત વતી ટેસ્ટ રમનાર 302મો ખેલાડી છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.બુમરાહને આરામ આપવાના નિર્ણયથી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખુશ નથી. તેમણે કહ્યું કે, "બુમરાહ અત્યારે ભારતનો નંબર-1 ફાસ્ટ બોલર છે, જ્યારે અશ્વિન નંબર-1 સ્પિનર છે . આ શ્રેણીની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ છે. તમારે જીતવાનું છે. તેવામાં બુમરાહને ન રમાડવાનો નિર્ણય સમજાતો નથી. જો વર્કલોડની વાત છે તો આ ટેસ્ટ પછી 7 દિવસનો બ્રેક છે અને તે ફિટ છે. તેવામાં તેણે આ ટેસ્ટ રમવાની જરૂર હતી."

    કોરોના વચ્ચે પહેલીવાર 50% ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે. બધાની 17 ગેટથી એન્ટ્રી કરાશે. આ દરમિયાન બધાનો તાપમાન પણ ચેક કરાશે. તે સિવાય સ્ટેડિયમમાં મેડિકલ અને આઇસોલેશન રૂમ પણ બનાવામાં આવ્યા છે. હાલમાં જ ટિકેટ્સ વિન્ડો ખુલતાં ફેન્સની ભીડ ભેગી થઈ હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે.

    કોરોના વચ્ચે પહેલીવાર 50% ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે. બધાની 17 ગેટથી એન્ટ્રી કરાશે. આ દરમિયાન બધાનો તાપમાન પણ ચેક કરાશે. તે સિવાય સ્ટેડિયમમાં મેડિકલ અને આઇસોલેશન રૂમ પણ બનાવામાં આવ્યા છે. હાલમાં જ ટિકેટ્સ વિન્ડો ખુલતાં ફેન્સની ભીડ ભેગી થઈ હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે.



Download Our B K News Today App



Related News