રોહિત શર્માની ટેસ્ટમાં સાતમી સદી, અજિંક્ય રહાણે સાથે ચોથી વિકેટ માટે 50* રનની ભાગીદારી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 13:36:44
  • Views : 389
  • Modified Date : 2021-02-13 13:36:44

    ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે 3 વિકેટે 152 રન કર્યા છે. રોહિત શર્મા 105 રને અને અજિંક્ય રહાણે 26 રને ક્રિઝ પર ઊભા છે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની 7મી સદી મારી છે. તેણે 130 બોલમાં સદી પૂરી કરી. તે 15 મહિના પછી ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો છે. તેણે ગઈ સેન્ચુરી ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકા સામે રાંચીમાં મારી હતી. તેણે બધી સદી ભારતમાં જ મારી છે.ગિલ શૂન્ય રને આઉટ થયો તે પછી રોહિત અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 85 રન કર્યા હતા. પૂજારા 21 રને જેક લીચની બોલિંગમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો.

    શુભમન ગિલ શૂન્ય રને ઓલી સ્ટોનની બોલિંગમાં LBW થયો હતો. ભારતે શૂન્ય રને પ્રથમ વિકેટ ગુમાવી હતી, જોકે તે પછી રોહિત અને પૂજારાએ બાજી સંભાળી.ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. અક્ષર ભારત વતી ટેસ્ટ રમનાર 302મો ખેલાડી છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.

    બુમરાહને આરામ આપવાના નિર્ણયથી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખુશ નથી. તેમણે કહ્યું કે, "બુમરાહ અત્યારે ભારતનો નંબર-1 ફાસ્ટ બોલર છે, જ્યારે અશ્વિન નંબર-1 સ્પિનર છે . આ શ્રેણીની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ છે. તમારે જીતવાનું છે. તેવામાં બુમરાહને ન રમાડવાનો નિર્ણય સમજાતો નથી. જો વર્કલોડની વાત છે તો આ ટેસ્ટ પછી 7 દિવસનો બ્રેક છે અને તે ફિટ છે. તેવામાં તેણે આ ટેસ્ટ રમવાની જરૂર હતી."

Download Our B K News Today App



Related News