લંચ બ્રેક પહેલાં ઇંગ્લેન્ડે 4 રનમાં 2 વિકેટ ગુમાવી, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે 1-1 વિકેટ લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 12:23:08
  • Views : 368
  • Modified Date : 2021-02-05 12:23:08

    ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 2 વિકેટે 67 રન કર્યા છે. જો રૂટ અને ડોમિનિક સિબલે ક્રિઝ પર ઊભા છે. ઇંગ્લેન્ડની શરૂઆત સારી હતી, એકસમયે તેમનો સ્કોર 63/0 હતો, પરંતુ લંચ બ્રેક પહેલાં તેમણે 4 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે 1-1 વિકેટ લીધી છે.ડેન લોરેન્સને LBW કરીને જસપ્રીત બુમરાહે ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ પહેલાં બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી હતી. આ બધી ટેસ્ટ તે ભારતની બહાર રમ્યો હતો. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.બર્ન્સ અને સિબલેની 63 રનની ભાગીદારી
    રોરી બર્ન્સ અને ડોમિનિક સિબલેએ ઇંગ્લેન્ડની સારી શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. વર્ષે વિઝિટિંગ ટીમના ઓપનર્સે ભારતમાં ટેસ્ટમાં 50 રનની ભાગીદારી કરી છે. છેલ્લે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને મેટ રેનશોએ રાંચી ખાતે ફિફટીની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ અશ્વિનની બોલિંગમાં રિવર્સ કરવા ગયો હતો, બોલ ગ્લવ્સને અડ્યો અને પંતે સરળ કેચ કર્યો. બર્ન્સે 60 બોલમાં 2 ફોરની મદદથી 33 રન કર્યા હતા.ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. જો રૂટ પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં મોઇન અલીને સ્થાન આપ્યું નથી. બીજી તરફ ભારતીય ટીમમાં ઘૂંટણની ઇજાને લીધે અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કરી શક્યો નથી. ટીમમાં ત્રણ સ્પિનર: રવિ. અશ્વિન, વી.સુંદર અને શાહબાઝ નદીમ રમી રહ્યા છે.

    જસપ્રીત બુમરાહ આવતીકાલે પહેલીવાર ભારતમાં ટેસ્ટ મેચ રમશે. કોહલીએ મેચ પહેલાં કહ્યું હતું કે, "બુમરાહ હોમ ડેબ્યુ માટે બહુ ઉત્સુક છે. ગઈ વખતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે અમારા ફાસ્ટ બોલર્સે ઇંગ્લિશ પેસ બેટરી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ વખતે બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા જેવા વિકલ્પ પણ છે." ઉલ્લેખનીય છે કે, બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી છે. તે હજી સુધી ભારતમાં એકપણ ટેસ્ટ રમ્યો નથી. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.

    ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા 22 વર્ષથી એક પણ ટેસ્ટ હારી નથી. ભારતે છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત 5 જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. ઇંગ્લેન્ડે 2 ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

    પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.


Download Our B K News Today App



Related News