ચેન્નાઈમાં 22 વર્ષ પછી ભારતની હાર, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 14:04:42
  • Views : 302
  • Modified Date : 2021-02-09 14:04:42

    ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં 192 રનમાં ઓલઆઉટ થયું છે. ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે. અહીંયા ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

    ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેમણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા, તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ માટે જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3 જ્યારે બેન સ્ટોક્સ, જોફરા આર્ચર અને ડોમ બેસે 1 વિકેટ લીધી.ઇંગ્લેન્ડની ટીમે 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી 4 ભારત જીત્યું અને 2 ટેસ્ટ ડ્રો રહી.

    ઇંગ્લેન્ડની રનના માર્જિનથી આ સૌથી મોટી જીત છે. આ પહેલાં તેમણે 1934માં ભારતને 202 રને હરાવ્યું હતું. તેમણે 1977માં ભારતને 200 રને હરાવ્યું હતું. ઓવરઓલ ભારતની ઘરઆંગણે રનના માર્જિનથી સૌથી મોટી હાર 2004માં નાગપુર ટેસ્ટ ખાતે થઈ હતી. ત્યારે કાંગારું 342 રને જીત્યું હતું.વિરાટ કોહલીએ સારી બેટિંગ કરતાં 104 બોલમાં 9 ફોરની મદદથી 72 રન કર્યા હતા. આ તેની ટેસ્ટમાં 24મી ફિફટી હતી. બેન સ્ટોક્સના ગુડ લેન્થ પર પિચ થયેલા બોલને કોહલી ડિફેન્ડ કરવા ગયો પરંતુ બોલ બહુ લો રહ્યો (ઓછો ઉછળ્યો) અને કોહલીના બેટ નીચેથી જતો રહ્યો. ઇન્ડિયન કેપ્ટન કઈ કરી શકે તેમ નહોતો. અનપ્લેએબલ ડિલિવરી. તે પહેલાં રવિચંદ્રન અશ્વિન 9 રને જેક લીચની બોલિંગમાં કટ કરવા જતાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

    ભારતીય ઇનિંગ્સની 39મી ઓવરમાં જોફરા આર્ચરનો બોલ રવિચંદ્રન અશ્વિનને કાંડામાં વાગ્યો હતો. અશ્વિને ફિઝિયોની મદદ લીધી, મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો અને 2 મિનિટના બ્રેક પછી મેચ ફરી શરૂ થઈ. તે પછીનો બોલ જ અશ્વિનના હેલ્મેટ પર વાગ્યો હતો. ટીમ ઇન્ડિયાને લેગ બાયના 4 રન મળ્યા હતા. ફિઝિયો નીતિન પટેલે અશ્વિનનું કન્કશન પ્રોટોકોલ પ્રમાણે ચેકઅપ કર્યું અને તે પછી ગેમ ફરી શરૂ થઈ.ઋષભ પંત 11 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં કવર્સ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. પંતે મિડવિકેટ પર બોલને મારવા બેટનું ફેસ જલ્દી ક્લોઝ કર્યું અને એન્ડરસનનો બોલ એજ લેવા જેટલો જ મૂવ થયો. તે પછી વી. સુંદર શૂન્ય રને ડોમ બેસની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો.

    ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના જો રૂટે 218, ડોમિનિક સિબલેએ 87 અને બેન સ્ટોક્સે 82 રન કર્યા. ભારત માટે જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી.

Download Our B K News Today App



Related News