ભારતની છઠ્ઠી વિકેટ પડી, ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ 300+ રનની લીડ; કોહલી ક્રીઝ પર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 11:41:16
  • Views : 366
  • Modified Date : 2021-02-15 11:41:16

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 100+ રન બનાવી લીધા છે. ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડ પર 300+ રનની લીડ બનાવી લીધી છે. હાલ, વિરાટ કોહલી ક્રિઝ પર છે.

    ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં એક વિકેટ પર 54 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ટીમે માત્ર 11 રન બનાવવામાં વધુ 3 વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજાર અને ઋષભ પંત ઝડપથી પવેલિયન પરત ફર્યા. શુભમન ગિલ(14)બીજા દિવસે જ લીચનો શિકાર બની ગયા હતા.પૂજારા(7)રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.

    બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન ફિલ્ડીંગ કરવા માટે નહોતા ઉતર્યા. પહેલી ઈનિંગમાં બેટિંગ દરમિયાન તેમને હાથમાં ઈજા પહોંચી હતી. પહેલી ઈનિંગમાં તેમણે 58 બોલ પર 21 રન બનાવ્યા હતા. જો કે, બીજી ઈનિંગમાં તે બેટિંગ કરવા ઉતર્યા અને માત્ર 7 રન જ બનાવીને આઉટ થયા.

    ભારતીય ટીમ 400+નો ટાર્ગેટ કેમ આપવા માગશે, તેની પાછળ પહેલું કારણ એ છે કે ટીમ ઈન્ડિયા કોઈ રિસ્ક લેવા નહીં માગે, કારણ કે ઈંગ્લેન્ડ પાસે કેપ્ટન જો રૂટ અને બેન સ્ટોક્સ જેવા પ્લેયર છે. આ ગમે ત્યારે ગેમને બદલી શકે છે. બીજું કારણ એ પણ છે કે મેચના 3 દિવસ બાકી છે. એવામાં ભારતીય ટીમ ઉતાવળ નહીં કરવા માંગે અને વધુ રનનો ફાયદો ઉઠાવવા માંગશે. એવામાં છેલ્લા બે દિવસની મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર કે જીતનો ઓપ્શન જ રહેશે. ડ્રો થવાના વધુ ચાન્સ નહીં હોય.રૂટ સિરીઝમાં અત્યાર સુધી ટોપ સ્કોરર છે. તેમણે 3 ઈનિંગ્સમાં 264 રન બનાવ્યા છે. સિરીઝના પહેલા ટેસ્ટમાં તેમણે 218 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં બેન સ્ટોક્સે પણ 82 રનની ઈનિંગ રમી હતી. બન્નેએ પહેલી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશીપ પણ કરી હતી.ઈંગ્લેન્ડ ટીમ ભારતને ઓછા સ્કોર પર રોકવા ઈચ્છશે ઈંગ્લેન્ડનની ટીમ ભારતને ઓછામાં ઓછા સ્કોર પર રોકવા માંગશે. જોકે મુશ્કેલી એ છે કે, તેમની પાસે મેચમાં માત્ર બે જ સ્પીનર મોઈલી અલી અને જૈક લીચ છે. જ્યારે ભારતીય ટીમે 3 સ્પેશિયલિસ્ટ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને રમાડ્યા છે. અશ્વિને પહેલી ઈનિંગમાં 5 અને અક્ષરે 2 વિકેટ લીધી છે.

    જ્યારે મોઈને પહેલી ઈનિંગમાં 4 અને જૈક લીચે 2 વિકેટ લીધી હતી. કેપ્ટન જો રુટ પાર્ટટાઈમ સ્પિનર્સ છે. જેમણે પહેલી ઈનિંગમાં એક વિકેટ લીધી હતી. બીજી મુશ્કેલીની વાત એ છે કે મેનેજમેન્ટે અનુભવી પેસર જેમ્સ એન્ડરસનને પણ મેચમાં રમાડ્યો નહતો. તેમની જગ્યાએ આવેલા સ્ટુઅર્ડ બ્રોડને પહેલી ઈનિંગમાં કોઈ વિકેટ મળી નથી.



Download Our B K News Today App



Related News