લંચ સુધી ભારતને 351 રનની લીડ, કોહલી-અશ્વિન વચ્ચે 7મી વિકેટ માટે 50 રનની પાર્ટનરશીપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:21:33
  • Views : 382
  • Modified Date : 2021-02-15 12:21:33

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં લંચ સુધી 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે. ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડ પર 351 રનની લીડ બનાવી લીધી છે. હાલ, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન ક્રીઝ પર છે. બન્ને વચ્ચે 50 રનની પાર્ટનરશીપ થઈ છે.45માં ઓવરના ચોથા બોલ પર અશ્વિનને જીવનદાન મળ્યું. સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર સ્લિપમાં બેન સ્ટોક્સે સરળ કેચ છોડી દીધી. ત્યારે 28 રન બનાવીને રમી રહ્યાં હતા.ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં એક વિકેટ પર 54 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ટીમે માત્ર 11 રન બનાવવામાં વધુ 3 વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજાર અને ઋષભ પંત ઝડપથી પવેલિયન પરત ફર્યા. શુભમન ગિલ(14)બીજા દિવસે જ લીચનો શિકાર બની ગયા હતા.

    પૂજારા(7)રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.

    ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન ફિલ્ડીંગ કરવા માટે નહોતા ઉતર્યા. પહેલી ઈનિંગમાં બેટિંગ દરમિયાન તેમને હાથમાં ઈજા પહોંચી હતી. પહેલી ઈનિંગમાં તેમણે 58 બોલ પર 21 રન બનાવ્યા હતા. જો કે, બીજી ઈનિંગમાં તે બેટિંગ કરવા ઉતર્યા અને માત્ર 7 રન જ બનાવીને આઉટ થયા.

    ભારતીય ટીમ 400+નો ટાર્ગેટ કેમ આપવા માગશે, તેની પાછળ પહેલું કારણ એ છે કે ટીમ ઈન્ડિયા કોઈ રિસ્ક લેવા નહીં માગે, કારણ કે ઈંગ્લેન્ડ પાસે કેપ્ટન જો રૂટ અને બેન સ્ટોક્સ જેવા પ્લેયર છે. આ ગમે ત્યારે ગેમને બદલી શકે છે. બીજું કારણ એ પણ છે કે મેચના 3 દિવસ બાકી છે. એવામાં ભારતીય ટીમ ઉતાવળ નહીં કરવા માંગે અને વધુ રનનો ફાયદો ઉઠાવવા માંગશે. એવામાં છેલ્લા બે દિવસની મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર કે જીતનો ઓપ્શન જ રહેશે. ડ્રો થવાના વધુ ચાન્સ નહીં હોય.

    ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.


Download Our B K News Today App



Related News