ભારતની બીજી વિકેટ પડી, શુભમન ગિલ ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી મારીને કમિન્સની બોલિંગમાં આઉટ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 12:24:01
  • Views : 417
  • Modified Date : 2021-01-08 12:24:01

  •     રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.જોશ હેઝલવુડે પોતાની જ બોલિંગમાં રોહિતનો રિટર્ન કેચ પકડ્યો હતો. હેઝલવુડે પોતાના 30મા જન્મદિવસે રોહિતને આઉટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી.રોહિતે 77 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. તેની આ વિદેશમાં ઓપનર તરીકે પ્રથમ ઇનિંગ્સ હતી.એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી. આજે રોહિત અને ગિલે 27 ઓવર બેટિંગ કરી.શુભમન ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. તે કમિન્સની બોલિંગમાં ગલીમાં કેમરૂન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો હતો.
  •     રોહિત 24 રને રમી રહ્યો હતો ત્યારે તેને સ્પિનર નેથન લાયનની બોલિંગમાં કેચ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિતે રિવ્યૂનો ઉપયોગ કર્યો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ તેના બેટને અડ્યો નહોતો. સ્નિકો મીટરમાં કોઈ મુવમેન્ટ જોવા મળી નહીં. રિવ્યૂ લઈને રોહિત બચ્યો.સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી મારી છે. સૌથી વધુ સદીના મામલે તેણે વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ (26 સદી)ને પાછળ છોડી દીધા છે. તે સાથે જ સ્મિથે વિરાટ કોહલી, એલેન બોર્ડર અને સાઉથ આફ્રિકાના પૂર્વ કપ્તાન ગ્રેમ સ્મિથની બરાબરી કરી લીધી છે. કોહલીએ 87, સ્મિથે 117 અને બોર્ડરે 156મી ટેસ્ટમાં 27મી સદી મારી હતી. જ્યારે સ્મિથે 76મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.

Download Our B K News Today App



Related News