શુભમન ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 50* રનની ભાગીદારી કરી; ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 338 રનમાં ઓલઆઉટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:46:42
  • Views : 393
  • Modified Date : 2021-01-08 11:46:42

    ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિના વિકેટે 70 રન કર્યા છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર ઊભા છે. એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી.રોહિત 24 રને રમી રહ્યો હતો ત્યારે તેને સ્પિનર નેથન લાયનની બોલિંગમાં કેચ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિતે રિવ્યૂનો ઉપયોગ કર્યો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ તેના બેટને અડ્યો નહોતો. સ્નિકો મીટરમાં કોઈ મુવમેન્ટ જોવા મળી નહીં. રિવ્યૂ લઈને રોહિત બચ્યો.

    ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News