અશ્વિન-વિહારીએ 3.5 કલાક બેટિંગ કરીને મેચ બચાવી, છઠ્ઠી વિકેટ માટે ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 13:04:50
  • Views : 483
  • Modified Date : 2021-01-11 13:04:50

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ડ્રો થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 407 રનનો પીછો કરતા ભારતીય ટીમે 131 ઓવરમાં 5 વિકેટે 334 રન કર્યા. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારતીય મેચ ડ્રો કરાવી શકે તેમાં ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનું અમૂલ્ય યોગદાન રહ્યું. સીરિઝ 1-1ની બરાબરી પર છે.રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે 258 બોલમાં 62 રનની ભાગીદારી કરી. અશ્વિને 128 બોલમાં 7 ફોરની મદદથી 39 રન કર્યા. જ્યારે વિહારીએ 161 બોલમાં 4 ફોરની મદદથી 23 રન કર્યા. આ છઠ્ઠી વિકેટ માટે બોલના માર્જિનથી સૌથી મોટી પાર્ટનરશિપ છે.

  • 131.2 ઓવર vs ઓસ્ટ્રેલિયા સિડની 2021 (આજે)
  • 109.4 ઓવર vs ઇંગ્લેન્ડ લોર્ડ્સ 2002
  • 100.1 ઓવર vs ઓસ્ટ્રેલિયા એડિલેડ 1992
  •     ઋષભ પંત 3 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નેથન લાયનની બોલિંગમાં વિકેટકીપર પેને તેનો કેચ છોડ્યો હતો.તે પછી પંત 56 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વધુ એક વખત લાયનની જ બોલિંગમાં પેને તેનો કેચ છોડ્યો હતો.હનુમા વિહારી 15 રને રમી રહ્યો હતો ત્યારે સ્ટાર્કની બોલિંગમાં ટિમ પેને તેનો કેચ છોડ્યો હતો.ભારતે 18 વર્ષ પછી વિદેશમાં ચોથી ઇનિંગ્સમાં 100થી વધુ ઓવર બેટિંગ કરી છે. છેલ્લે લોર્ડ્સ ખાતે 2002માં ટીમ ઇન્ડિયાએ 109.4 ઓવર બેટિંગ કરી હતી. ઝડપથી 1 રન લેવાના પ્રયાસમાં હનુમા વિહારીને હેમસ્ટ્રીંગ ઇજા. ફિઝિયોએ મેદાન પર આવીને મદદ કરી. બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
  •     સ્ટીવ સ્મિથે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બેટિંગ કરીને ભારતને લગભગ મેચની બહાર કરી દીધું છે. તેણે 167 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. તે સીરિઝમાં ત્રીજીવાર અને કુલ પાંચમીવાર અશ્વિનની બોલિંગમાં આઉટ થયો. અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો. રિપ્લેમાં કન્ફર્મ થયું કે તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સ્મિથે ભારત સામે સિડનીમાં 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 100ની એવરેજથી 400 રન કર્યા છે.



Download Our B K News Today App



Related News