ભારતની સાતમી વિકેટ પડી, શાર્દુલ ઠાકુર 67 રને કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:58:55
  • Views : 382
  • Modified Date : 2021-01-17 11:58:55

    ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 7 વિકેટે 319 રન કર્યા છે. નવદીપ સૈની અને વી. સુંદર ક્રિઝ પર ઊભા છે. સુંદરે પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી મારી છે.186 રનમાં 6 વિકેટ ગુમાવ્યા પછી શાર્દુલ ઠાકુર અને વી. સુંદરે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. શાર્દુલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 115 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 67 રન કર્યા હતા. તેણે અને સુંદરે સાતમી વિકેટ માટે 216 બોલમાં 123 રનની ભાગીદારી કરી. શાર્દુલ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

  • - 204 રન: ઋષભ પંત- રવિન્દ્ર જાડેજા, સિડની, 2018/19
  • - 132 રન: વિજય હઝારે- એચ. અધિકારી, એડિલેડ, 1947/48
  • - 123 રન: વોશિંગ્ટન સુંદર- શાર્દુલ ઠાકુર, બ્રિસ્બેન, 2020/21
  • - 101 રન: મોહમ્મદ અઝહરુદ્દીન- એમ. પ્રભાકર, એડિલેડ, 1991/92
  • સુંદરે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી અને ડેબ્યુ બોલિંગ ઇનિંગ્સમાં 3 વિકેટ લેનાર ભારતનો બીજો પ્લેયર બન્યો છે. તેની પહેલાં 1947/48માં દત્તુ પડકરે કાંગારું વિરુદ્ધ જ સિડની ખાતે ડેબ્યુ ઇનિંગ્સમાં 51 રન કર્યા હતા અને 14 રન આપીને 3 વિકેટ લીધી હતી.
  • 1982 પછી પહેલીવાર ભારતના સાતમા અને આઠમા ક્રમના બેટ્સમેને ફિફટી મારી છે. આ પહેલાં 1982માં સંદીપ પાટિલ (129*) અને કપિલ દેવ (65)એ માન્ચેસ્ટરમાં એક જ ઇનિંગ્સમાં ફિફટી મારી હતી.

    ઓસ્ટ્રેલિયા ભારત સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 369 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વી. સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.​​​

Download Our B K News Today App

Related News