ભારત 336 રનમાં ઓલઆઉટ થયું, હેઝલવુડે 5 વિકેટ લીધી; ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 12:59:31
  • Views : 376
  • Modified Date : 2021-01-17 12:59:31

    ભારત ઓસ્ટ્રેલિયા સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 336 રનમાં ઓલઆઉટ થયું હતું. ટીમ ઇન્ડિયા માટે શાર્દુલ ઠાકુર અને વી. સુંદરની જોડીએ બેટ સાથે અગત્યનું યોગદાન આપ્યું. બંનેએ સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરતા અનુક્રમે 67 અને 62 રન કર્યા. આ બંનેની ટેસ્ટમાં પ્રથમ ફિફટી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું અને તેમને 33 રનની લીડ મળી છે. કાંગારું માટે જોશ હેઝલવુડે 5, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2, જ્યારે નેથન લાયને 1 વિકેટ લીધી.

    186 રનમાં 6 વિકેટ ગુમાવ્યા પછી શાર્દુલ ઠાકુર અને વી. સુંદરે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. શાર્દુલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 115 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 67 રન કર્યા હતા. તેણે અને સુંદરે સાતમી વિકેટ માટે 216 બોલમાં 123 રનની ભાગીદારી કરી. શાર્દુલ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે સુંદરે પણ પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી ફટકારતા 144 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 62 રન કર્યા હતા.

  •  - 204 રન: ઋષભ પંત- રવિન્દ્ર જાડેજા, સિડની, 2018/19
  • - 132 રન: વિજય હઝારે- એચ. અધિકારી, એડિલેડ, 1947/48
  • - 123 રન: વોશિંગ્ટન સુંદર- શાર્દુલ ઠાકુર, બ્રિસ્બેન, 2020/21
  • - 101 રન: મોહમ્મદ અઝહરુદ્દીન- એમ. પ્રભાકર, એડિલેડ, 1991/92
  •     સુંદરે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી અને ડેબ્યુ બોલિંગ ઇનિંગ્સમાં 3 વિકેટ લેનાર ભારતનો બીજો પ્લેયર બન્યો છે. તેની પહેલાં 1947/48માં દત્તુ પડકરે કાંગારું વિરુદ્ધ જ સિડની ખાતે ડેબ્યુ ઇનિંગ્સમાં 51 રન કર્યા હતા અને 14 રન આપીને 3 વિકેટ લીધી હતી.1982 પછી પહેલીવાર ભારતના સાતમા અને આઠમા ક્રમના બેટ્સમેને વિદેશમાં ફિફટી મારી છે. આ પહેલાં 1982માં સંદીપ પાટિલ (129*) અને કપિલ દેવ (65)એ માન્ચેસ્ટરમાં એક જ ઇનિંગ્સમાં ફિફટી મારી હતી.ઓસ્ટ્રેલિયા ભારત સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 369 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વી. સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.​​​




Download Our B K News Today App



Related News