ભારતે પહેલીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી; ઓસ્ટ્રેલિયા 32 વર્ષે ગાબામાં ટેસ્ટ હાર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 13:30:57
  • Views : 397
  • Modified Date : 2021-01-19 13:41:02

    ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે     2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Download Our B K News Today App



Related News