ભારત સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસમાં હાર્યું, ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું, ડે-નાઈટ ટેસ્ટમાં કાંગારૂ અપરાજિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 14:27:03
  • Views : 376
  • Modified Date : 2020-12-19 14:27:03

    ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્ રાખ્યો છે. તેઓ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હારી છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ બંને ટેસ્ટ ત્રણ દિવસની અંદર ગુમાવી હતી. વેલિંગ્ટન ખાતે ભારત 10 વિકેટે અને ક્રાઈસ્ટ ચર્ચ ખાતે 7 વિકેટે હાર્યું હતું.90 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. જો બર્ન્સે 51 અને મેથ્યુ વેડે 33 રન કર્યા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 36 રન કર્યા છે. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતાં ભારતીય ઇનિંગ્સ સમાપ્ત થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.

    પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને 53 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારૂ માટે જોશ હેઝલવૂડે 5 અને પેટ કમિન્સે 4 વિકેટ લીધી છે. ​​​ ભારતનો કોઈપણ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહીં.

સ્કોરવિરુદ્ધસ્થળવર્ષ
36ઓસ્ટ્રેલિયાએડિલેડ2020
42ઇંગ્લેન્ડલોર્ડ્સ1974
58ઓસ્ટ્રેલિયાબ્રિસ્બેન1947
58ઇંગ્લેન્ડમાન્ચેસ્ટર1952
66સાઉથ આફ્રિકાડર્બન1996

    ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 42 રનનો છે. ટીમ 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે આટલા રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જોકે આજે ટીમે 19 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું.વિરાટ કોહલી 4 રને કમિન્સની બોલિંગમાં ગલીમાં ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા શૂન્ય રને કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી મયંક અગ્રવાલ 9 રને જોશ હેઝલવૂડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અજિંક્ય રહાણે પણ શૂન્ય રને હેઝલવૂડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. મયંકે ટેસ્ટ ક્રિકેટમાં 19મી ઇનિંગ્સ 1 હજાર રન પૂરા કર્યા છે. તે ભારત માટે સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓની સૂચિમાં ત્રીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ સૌથી ઝડપી 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે ચેતેશ્વર પૂજારા 18 ઇનિંગ્સ સાથે બીજા સ્થાને છે.પૃથ્વી શોએ ફરી એકવાર બેટ સાથે નિરાશ કર્યા, તે 4 રને કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ 2 રને કમિન્સની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો.ઓસ્ટ્રેલિયાને પહેલીવાર પિન્ક બોલ ટેસ્ટમાં લીડ મળી નથી. આ પહેલાં રમેલી તમામ 7 મેચમાં તેમને ફર્સ્ટ ઇનિંગ્સમાં લીડ મળી હતી. તેમણે આ પહેલાંની ડે-નાઈટ મેચોમાં 22, 124, 287, 215, 179, 287 અને 250 રનની લીડ મેળવી હતી.

    ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને 53 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતાં સર્વાધિક 73* રન કર્યા. જ્યારે માર્નસ લબુશેને 47 રનનું યોગદાન આપ્યું. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, જ્યારે ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે.


Download Our B K News Today App



Related News