રહાણેની 12મી સેન્ચુરી, ઓસ્ટ્રેલિયામાં બીજી સદી; ટીમ ઈન્ડિયાને 70+ રનની સરસાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 12:37:07
  • Views : 411
  • Modified Date : 2020-12-27 12:37:07

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ભારતીય કપ્તાન અજિંક્ય રહાણેએ પોતાની ટેસ્ટ કેરિયરની 12મી સદી ફટકારી છે. જ્યારે, ઓસ્ટ્રેલિયન જમીન પર આ તેની બીજી સેન્ચુરી છે. આ અગાઉ તેણે 2014માં બોક્સિંગ ડે ટેસ્ટમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 147 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર 80+ રનની સરસાઈ મેળવી છે. જાડેજા અને રહાણે, બંનેએ છઠ્ઠી વિકેટ માટે 80+ રનની પાર્ટનરશીપ થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી. ઋષભ પંતને આઉટ કરીને તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી. રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી.

    મેચની 81મી ઓવરમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર સ્ટીવ સ્મિથે રહાણેનો કેચ છોડી દીધો. એ સમયે રહાણે 73 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો.આ પહેલા રહાણેએ કેપ્ટન ઈનિંગ રમીને પોતાની ટેસ્ટ કેરિયરની 23મી ફિફ્ટી ફટકારી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રહાણેની આ 5મી ફિફ્ટી છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. મિચેલ સ્ટાર્કના બોલમાં તેનો કેચ વિકેટકીપર ટિમ પેને ઝડપી લીધો હતો. રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કમિન્સે 2-2- વિકેટ લીધી. જ્યારે, લિયોનને 1 વિકેટ મળી.


Download Our B K News Today App



Related News