100 રનની અંદર ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડી પેવેલિયનમાં પરત, જાડેજાએ ટિમ પેનને આઉટ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 12:18:35
  • Views : 382
  • Modified Date : 2020-12-28 12:18:35

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 195 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 131 રનની સરસાઈ મેળવી છે. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી. હાલ, કેમરુન ગ્રીન અને પેટ કમિન્સ ક્રિઝ પર છે.ડેબ્યુ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાને પાંચમો આંચકો આપ્યો. તેના બોલ પર ટ્રેવિસ હેડ 17 રન બનાવીને મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો.રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા. તેણે મેથ્યુ વેડને 40 રનમાં LBW કર્યો. તેના પછી કપ્તાન ટિમ પેન (1)ને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.

    બીજી ઈનિંગની 35મી ઓવરનો ચોથો બોલ મેથ્યુ વેડના હેલમેટમાં વાગ્યો. આ બાઉન્સર બુમરાહનો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે હેલ્મેટ ડેમેજ થઈ ગયું. આ કારણથી મેથ્યુ વેડને હેલ્મેટ તરત બદલવી પડી. સારી વાત એ છે કે વેડને તેનાથી કોઈ ઈજા પહોંચી નહોતી.સ્ટિવ સ્મિથ સતત બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. તે 8 રન બનાવીને આઉટ થયો. તેને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો.સ્ટીવ સ્મિથ સતત બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. તે 0 રન બનાવીને આઉટ થયો. તેને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો. પ્રથમ ઈનિંગમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટેસ્ટ કેરિયરમાં તેનો એક મેચમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ અગાઉ તેણે 2013માં લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ 3(2 અને 1) રન બનાવ્યા હતા.માર્નસ લાબુશેન 28 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો છે. રવિચંદ્રન અશ્વિનના બોલમાં અજિંક્ય રહાણેએ સ્લીપમાં તેનો કેચ પકડ્યો. ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયાને પ્રથમ આંચકો આપ્યો. તેણે જો બર્ન્સને 4 રનમાં આઉટ કર્યો. વિકેટકીપર ઋષભ પંતે બર્ન્સનો કેચ ઝડપ્યો હતો.

    ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની 8મી ઓવરમાં ઘાયલ થઈને મેદાનમાંથી બહાર નીકળી ગયો છે. તેણે પગમાં પીડાની ફરિયાદ કરી. ઉમેશ 3.3 ઓવર જ બોલિંગ કરી શક્યો અને એક વિકેટ લીધી. તેની ઓવર મોહમ્મદ સિરાજે પૂરી કરી.ટીમ ઈન્ડિયાએ સિરિઝની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ સરસાઈ લીધી હતી. આ મુજબ ભારતે 35 વર્ષ જૂના એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 1985-86માં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે ટેસ્ટની ઈનિંગમાં સરસાઈ મેળવી હતી. પ્રથમ એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરાયેલા 381 રનના જવાબમાં ભારતે 520 રન બનાવ્યા હતા. જ્યારે મેલબર્નમાં રમાયેલી આ સિરિઝની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના 262 સ્કોરના જવાબમાં 445 રન બનાવ્યા હતા. જો કે બંને મેચ ડ્રો થઈ હતી.

    પ્રથમ ઈનિંગમાં ભારતીય કપ્તાન અજિંક્ય રહાણેએ 223 બોલમાં સૌથી વધુ 112 અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 159 બોલ પર 57 રન બનાવ્યા. શુભમન ગિલ 45 રનની ઈનિંગ રમીને ડેબ્યુ મેચમાં ફિફ્ટીથી ચૂકી ગયો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેના સિવાય પેટ કમિન્સ અને નાથન લિયોનને 2-2 સફળતા મળી.સિરિઝની પ્રથમ ટેસ્ટની જેમ આ મેચમાં પણ ભારતની પ્રથમ ઈનિંગની શરૂઆત સારી રહી નહોતી. મયંક અગ્રવાલ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પરત ગયો હતો. તેના પછી ડેબ્યુ મેચ રમી રહેલા શુભમને ચેતેશ્વર પુજારા સાથે 61 રનની પાર્ટનરશીપ કરીને ઈનિંગને સંભાળી. અહીં 64 રન પર ટીમે બે વિકેટ વધારે ગુમાવી દીધી. શુભમન અને પુજારા પણ આઉટ થયા.

    રહાણેએ ટેસ્ટ કેરિયરની 12મી સદી ફટકારી. તે પોતાની ટેસ્ટ કેરિયરમાં પ્રથમવાર રનઆઉટ થયો. તેણે જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 245 બોલમાં 121 રનની પાર્ટનરશીપ કરી. જાડેજાએ પણ ટેસ્ટ કેરિયરની 15મી ફિફ્ટી લગાવી. ઓસ્ટ્રેલિયન જમીન પર રહાણેની આ બીજી સદી રહી. આ અગાઉ 2014માં બોક્સિંગ-ડે ટેસ્ટમાં તેણે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર જ 147 રનની ઈનિંગ રમી હતી.

રહાણે ટેસ્ટમાં સેન્ચુરી લગાવનાર 12મો ભારતીય કપ્તાન છે. જ્યારે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી લગાવનાર 5મો ભારતીય કપ્તાન છે. રહાણેએ MCGમાં 2 સદી ફટકારી છે. તે એવું કરનાર બીજો ભારતીય બેટ્સમેન છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટર વિનુ માંકડે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

મોહમ્મદ અઝહરુદ્દીન106એડિલેડ1991/92
સચિન તેંડુલકર116મેલબર્ન1999/00
સૌરવ ગાંગુલી144ગાબા2003/04
વિરાટ કોહલી115 અને 141એડિલેડ2014/15
વિરાટ કોહલી147સિડની2014/15
વિરાટ કોહલી123પર્થ2018/19
ભારતઃઅજિંક્ય રહાણે (કપ્તાન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર અને કપ્તાન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.

    સિરીઝમાં જીતની દોડમાં યથાવત રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પણ જરૂરી છે. પહેલી મેચમાં ભારતને 8 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0માં આગળ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે સિરીઝ જીતી ચૂકી છે. એવામાં તે આ સિરીઝને પણ જીતીને ઈતિહાસ રચવા માગશે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત 3 સિરીઝ નથી જીતી શકી.


Download Our B K News Today App



Related News