રહાણે-જાડેજાની ઈનિંગથી ભારત મજબૂત સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાને 50+ રનની સરસાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 12:21:57
  • Views : 377
  • Modified Date : 2020-12-27 12:21:57

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટની બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર સરસાઈ મેળવી છે. ભારતીય કપ્તાન અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. ભારતનો સ્કોર અત્યારે 5 વિકેટ ગુમાવ્યા બાદ 260 રન થયો છે અને સાથે ભારતે ઓસ્ટ્રેલિયા પર 65 રનની સરસાઈ મેળવી લીધી છે. જાડેજા અને રહાણે, બંનેએ છઠ્ઠી વિકેટ માટે 80+ રનની પાર્ટનરશીપ થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી. ઋષભ પંતને આઉટ કરીને તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી. રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી.

    આ પહેલા રહાણેએ કેપ્ટન ઈનિંગ રમીને પોતાની ટેસ્ટ કેરિયરની 23મી ફિફ્ટી ફટકારી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રહાણેની આ 5મી ફિફ્ટી છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. મિચેલ સ્ટાર્કના બોલમાં તેનો કેચ વિકેટકીપર ટિમ પેને ઝડપી લીધો હતો. રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કમિન્સે 2-2- વિકેટ લીધી. જ્યારે, લિયોનને 1 વિકેટ મળી.સ્ટાર્કે 250 વિકેટ લેવાની સાથે જ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછા બોલમાં 250 વિકેટ લેનાર બોલર બન્યો. આ અગાઉ આ રેકોર્ડ મિચેલ જોનસનના નામે હતો.

બોલર250 વિકેટ લેવા માટે બોલ ફેંક્યા
મિચેલ સ્ટાર્ક11976
મિચેલ જોનસન12578
ડેનિસ લીલી12722
બ્રેટ લી12961
ગ્લેન મેકગ્રા13015

Download Our B K News Today App



Related News