ભારત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે હજી સુધી એક પણ ટી-20 મેચ જીત્યું નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 14:33:37
  • Views : 551
  • Modified Date : 2019-09-14 14:38:58

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે ધર્મશાલા ખાતે રમાશે. બંને દેશ વચ્ચે આ છઠી ટી-20 સીરિઝ છે. છેલ્લે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી સીરિઝ ભારત 2-1થી જીત્યું હતું. ભારત ખાતે બંને દેશ વચ્ચે આ બીજી સીરિઝ છે. આ પહેલા 2015માં દક્ષિણ આફ્રિકા 2-0થી જીત્યું હતું. એક મેચ વરસાદના લીધે રદ થઇ હતી. ભારત ટી-20માં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે એક પણ મેચ જીતી શક્યું નથી.બંને દેશ વચ્ચે 2006માં એક માત્ર મેચ રમાઈ હતી. તે મેચ ભારતીય ટીમે જીતી હતી. તેમજ તે ભારતની પ્રથમ ટી-20 મેચ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભારત 118 ટી-20 મેચ રમ્યું છે. તેમાંથી ટીમ ઇન્ડિયાએ 74 મેચ જીતી, 41 હારી, જયારે 3 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.ટીમે છેલ્લા 2 વર્ષમાં 8 સીરિઝ જીતી  ઇન્ડિયાએ છેલ્લા 2 વર્ષમાં 12 સીરિઝ જીતી છે. તેમાંથી ભારતે 8 સીરિઝ જીતી છે. ભારતે નિધાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું હતું. તે પછી શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ (2 વાર), ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની બે સીરિઝ ડ્રો રહી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કિવિઝ એક સીરિઝમાં ભારતને હરાવવામાં સફળ રહ્યું હતું.આફ્રિકા છેલ્લા 2 વર્ષમાં માત્ર 2 સીરિઝ હાર્યુંબીજી તરફ દક્ષિણ આફ્રિકા છેલ્લા 2 વર્ષમાં 7 સીરિઝ રમ્યું છે. આ દરમિયાન તે પાંચમાં સફળ રહ્યું છે, જયારે 2માં હારનો સામનો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તેને ભારત અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.રોહિત દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીયરોહિત શર્મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ રન ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 11 મેચમાં 37.88નીએવરેજ થી 341 રન કર્યા છે. તેના પછી બીજા સ્થાને સુરેશ રૈના છે. તેણે 12 મેચમાં 33.90ની એવરેજથી 339 રન કર્યા છે. બીજી તરફ બોલર્સમાં રવિચંદ્રન અશ્વિન સૌથી સફળ રહ્યો છે. તેણે 6 મેચમાં 10 વિકેટ લીધી છે. બીજા સ્થાને ભુવનેશ્વર કુમાર છે. તેણે 6 મેચમાં 8 વિકેટ લીધી છે.દક્ષિણ આફ્રિકા વતી ડુમિનીએ ભારત વિરુદ્ધ સૌથી વધુ રન કર્યાદક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોમાં જેપી ડુમિની ભારત વિરુદ્ધ સૌથી સફળ રહ્યો છે. તેણે 10 મેચમાં 295 રન કર્યા છે. 9 મેચમાં 208 રન સાથે એબી ડિવિલિયર્સ બીજા સ્થાને આવે છે. બોલર્સમાં જુનિયર ડાલાએ 3 મેચમાં 7 વિકેટ, જયારે ક્રિસ મોરિસે 5 મેચમાં 6 વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News