T20 વર્લ્ડ કપ પહેલા ભારતનો વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે

  • Published By :
  • Published Date : 2022-09-09 16:15:45
  • Views : 236
  • Modified Date : 2022-09-09 16:15:45

ICCએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી T20 વર્લ્ડ કપનો શિડ્યૂલ બહાર પાડ્યો હતો. જેમાં ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમશે. T20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નબેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. 23 ઓક્ટોબરે સુપર-12ના મેચ શરૂ થશે. આ અગાઉ સુપર-12માં ક્વોલિફાય થનારી ટીમ વોર્મઅપ મેચ રમશે. આ T20 વર્લ્ડ કપના વોર્મઅપ 10 ઓક્ટોબરથી શરૂ થશે. T20 વર્લ્ડ કપની પહેલા વોર્મઅપ મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં કુલ 15 ટીમ રમશે. બધી જ ટીમને બે વોર્મઅપ મેચ રમવાના આવશે. T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ પહેલા ભારત પોતાનું ફોર્મ મેળવવા માટે બે વોર્મઅપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી વોર્મઅપ મેચ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે બીજી વોર્મઅપ મેચ 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવા ઉતરશે

Download Our B K News Today App



Related News