2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે ભારત તૈયારઃ અનુરાગ ઠાકુર

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 18:15:59
  • Views : 485
  • Modified Date : 2022-12-29 18:15:59

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની હોસ્ટિંગ માટે બોલી લગાવશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્ર દરમિયાન કમિટિના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે.

અનુરાગ ઠાકુરે આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસીએશનની ઓલિમ્પિક ગેમ્સનું હોસ્ટિંગ કરશે અને બોલી લગાવશે અને ગુજરાતનું અમદાવાદ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હોસ્ટિંગ શહેરહશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતે અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સનું હોસ્ટિંગ કર્યું હતું અને આગામી સ્ટોપ સમર ઓલિમ્પિક્સ હશે.

રમતગમત મંત્રીએ કહ્યું- જો ભારત આટલા મોટા પાયે જી-20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર આઇઓએ સાથે મળીને દેશમાં ઓલિમ્પિકનું હોસ્ટિંગ કરવાં સક્ષમ હશે. આપણે જાણીએ છીએ કે 2032 સુધી સ્લોટ બુક થઈ ગયા છે પરંતુ 2036 થી અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગાવશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત 2036માં ઓલિમ્પિકની હોસ્ટિંગ કરવા માટે તૈયાર છે, તો ઠાકુરે કહ્યું- હા, ભારત તેના માટે સકારાત્મક બોલી લગાવવા તૈયાર છે. અમારા માટે ના કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપું છું કે અમે માત્ર ઓલિમ્પિકનું આયોજન નહીં કરીએ, અમે તેને મોટા પાયે કરીશું. ઓલિમ્પિકની યજમાની કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

Download Our B K News Today App



Related News