ઇંગ્લેન્ડના સ્ટેન્ડ-ઈન કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ લીધી, ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરની જગ્યાએ ઋષભ પંતને તક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 13:25:03
  • Views : 352
  • Modified Date : 2021-03-26 13:25:03

    ઇંગ્લેન્ડના સ્ટેન્ડ-ઈન કેપ્ટન જોસ બટલરે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ઇંગ્લેન્ડનો નિયમિત કપ્તાન ઓઇન મોર્ગન ઇજાને લીધે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે.

    ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઈંગ-11માં માત્ર એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ-11માં તક મળી છે. ઐયરને પ્રથમ વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ખભામાં ઇજા થઈ હતી. તે મિનિમમ 3 મહિના ક્રિકેટથી દૂર રહેશે.જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઓઇન મોર્ગનની જગ્યાએ ડેવિડ મલાન, સેમ બિલિંગ્સની જગ્યાએ લિયમ લિવિંગ્સ્ટોન અને માર્ક વુડની જગ્યાએ આર. ટોપ્લે રમી રહ્યા છે.


Download Our B K News Today App



Related News