ભારતની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 37 રને આદિલ રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 14:54:27
  • Views : 330
  • Modified Date : 2021-03-28 14:54:27

    ભારતીય ઓપનર રોહિત શર્મા આદિલ રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રોહિતે 37 બોલમાં 6 ફોરની મદદથી 37 રન કર્યા હતા. તેણે શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી.હતી બંનેએ વનડેમાં 17મી વખત 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. તેમણે એડમ ગિલક્રિસ્ટ-મેથ્યુ હેડન (16 વખત)નો રેકોર્ડ તોડ્યો છે.ભારતે આજે ઇંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં વિના વિકેટે 65 રન કર્યા. ભારતની આ છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે વનડેમાં શ્રેષ્ઠ શરૂઆત છે. આ પહેલાં ટીમે 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 73/1 કર્યા હતા.

    કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ત્રણેય ફોર્મેટમાં મળાવીને 200મી ઇન્ટરનેશનલ મેચ છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો આઠમો અને ભારતનો ત્રીજો કેપ્ટન છે. વર્લ્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 332 મેચમાં કપ્તાની કરી છે.ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ટોમ કરનની જગ્યાએ માર્ક વુડ રમી રહ્યો છે. જ્યારે ભારતે પણ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ ટી-નટરાજન રમી રહ્યો છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. આજે મેચ જીતનાર ટીમ સીરિઝ પોતાના નામે કરશે.



Download Our B K News Today App



Related News