5 વર્ષથી ઇંગ્લેન્ડ સામે સીરિઝ હાર્યું નથી ભારત, તેની સામે શ્રેણી જીતવાની હેટ્રિક બનાવવાની તક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 13:32:20
  • Views : 355
  • Modified Date : 2021-03-11 13:32:20

    ટેસ્ટ શ્રેણી 3-1થી પોતાના નામે કર્યા પછી ટીમ ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડ સામે 12 માર્ચથી પાંચ T-20 મેચની શ્રેણી જીતવા મેદાને ઊતરશે. ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને T-20માં છેલ્લી સાત શ્રેણીથી અજેય છે. સાથે જ ઇંગ્લેન્ડની ટીમ પાંચ વર્ષથી ભારતને T-20 શ્રેણીમાં હરાવી શકી નથી.T-20 ક્રિકેટમાં ભારતીય ટીમ છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા સામે બાઈલેટરલ શ્રેણીમાં હારી હતી. ભારતમાં રમાયેલી આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-0થી જીત મેળવી હતી. તે પછી ભારતે વેસ્ટ ઇન્ડિઝને 2 વાર, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને 1-1 વાર હરાવ્યું છે. સાઉથ આફ્રિકા શ્રેણી ડ્રો રહી હતી.

    ભારતીય ટીમે ઇંગ્લેન્ડને સતત બે બાઈલેટરલ શ્રેણીમાં હરાવ્યું છે. 2017માં ભારતમાં રમાયેલી શ્રેણી ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી હતી. તે પછી 2018માં ઇંગ્લેન્ડને તેમના ઘરઆંગણે 2-1થી માત આપી હતી. જો ભારત આ વખતે પણ જીતે તો ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતવાની હેટ્રિક થશે.આ માત્ર બીજીવાર હશે જ્યારે ટીમ ઇન્ડિયા 5 T-20 મેચની બાઈલેટરલ સીરિઝ રમશે. આ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 2020ની શરૂઆતમાં 5 મેચની શ્રેણી રમી હતી. ICC વર્લ્ડ T-20ને ધ્યાનમાં રાખતા અત્યારે ટીમો વનડેની સરખામણીએ T-20 પર વધુ જોર આપી રહી છે. આ વર્ષે ભારતમાં T-20 વર્લ્ડ કપ રમાવવાનો છે.

    ભારત ભલે જ ઇંગ્લેન્ડ સામે છેલ્લી બંને T-20 શ્રેણી જીત્યું હોય, પરંતુ તે પહેલાંની ચારમાંથી ત્રણ શ્રેણી ઇંગ્લેન્ડ જીત્યું હતું. એ ત્રણેય શ્રેણીમાં 1-1 મેચ જ રમાઈ હતી. 2012માં બે મેચની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. મતલબ કે જો ભારત આ શ્રેણી જીતશે તો ત્રણ શ્રેણી જીતવાના મામલે ઇંગ્લેન્ડની બરાબરી કરશે.



Download Our B K News Today App



Related News