ભારતમાં દર વર્ષે એક ડે-નાઈટ ટેસ્ટ રમવામાં આવે તેવો પ્રયત્ન કરીશ: સૌરવ ગાંગુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 14:41:00
  • Views : 443
  • Modified Date : 2019-11-04 14:41:00

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું ભારતમાં દર વર્ષે એક ડે-નાઈટ ટેસ્ટ યોજાય તેવો પ્રયત્ન કરીશ. તેમજ જ્યારે ટીમ ઇન્ડિયા વિદેશ પ્રવાસે જવાની હોય તો તે દેશના બોર્ડ સાથે અમે ચર્ચા કરીશું અને સંભવ હોય તો ત્યાં પણ ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરીશુ. વિરાટ કોહલી સાથે કામ કરવા અંગે તેમણે કહ્યું કે, તેની સાથે કામ કરવું સરળ છે. હું ક્યારેય ટીમ સિલેક્શનમાં દખલગીરી નહીં કરું. ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, મને મારા પર ભરોસો છે અને મને લાગતું હોય કે કોઈ વસ્તુમાં બદલાવની જરૂર છે તો હું તે દિશામાં આગળ વધીશ.વ્હાઇટ બોલ ક્રિકેટમાં સ્પ્લિટ કેપ્ટનશીપ છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે કે રોહિત શર્માનો મુંબઈ ઇન્ડિયન્સ માટે અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ માટેનો રેકોર્ડ જોતા તેને ટી-20ની કમાન સોંપવી જોઈએ કે નહીં. ગાંગુલીએ કહ્યું કે, મને નથી લાગતું કે આ અંગે ચર્ચા પણ થવી જોઈએ, વિચારને અમલમાં મુકવાની વાત તો ઘણી દૂરની છે.નવી સિલેક્શન કમિટી અને ટેસ્ટ ક્રિકેટમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધારવા અંગે ગાંગુલીએ કહ્યું કે, નવી સિલેક્શન કમિટીમાં એવા લોકોને પસંદ કરવામાં આવશે જેમની પાસે પૂરતો અનુભવ હોય. ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અંગે તેમણે કહ્યું કે, ગ્રાઉન્ડ પર બંને ટીમ વચ્ચે સારો મુકાબલો થાય તે જરૂરી છે. હું ગઈ સીરિઝમાં દક્ષિણ આફ્રિકાના દેખાવથી નિરાશ થયો હતો. તે ટીમને ફરીથી ટોપ પર આવતા સમય લાગશે, હું જે દક્ષિણ આફ્રિકા સામે રમતો હતો તે જુદી ટીમ હતી. પાકિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટનું સ્તર પણ એવું જ છે. ઓસ્ટ્રેલિયાની પણ થોડા સમય પહેલા એવી જ હાલત હતી, જોકે હવે તેઓ સારું રમી રહ્યા છે.

Download Our B K News Today App



Related News