ભારતે ડિકલેર કરીને 512નો લક્ષ્યાંક આપ્યો, દિવસના અંતે બાગ્લાદેશ વિના વિકેટે 42 રન કર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-17 17:45:18
  • Views : 514
  • Modified Date : 2022-12-17 17:45:18

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે દાવ ડિકલેર કરીને બાગ્લાદેશને 512 રનની લીડ આપી છે. જેમાં બાગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં 42 રન વિના વિકેટે બનાવ્યા છે.

ભારત-બાગ્લાદેશની ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં ભારતના 404 રનના જવાબમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી, જ્યારે ઉમેશ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી. ભારતને પ્રથમ ઈનિંગના આધારે 254 રનની લીડ મળી હતી. બાદમાં બીજી ઈનિંગમાં ભારતે 61.4 ઓવરમાં 2 વિકેટે 258ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી દીધી હતી.

ભારતે કુલ 512 રનની લીડ મેળવી લીધી છે. તે જ સમયે, બાંગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 42 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 471 રનની જરુર છે. બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસન (17) અને નઝમુલ હોસૈન શાંતો (25) અણનમ છે.

ત્રીજા દિવસની રમતની શરૂઆતથી જ ભારતે બાંગ્લાદેશ પર મજબુત પક્કડ બનાવી લીધી હતી. કેએલ રાહુલ અને શુબમન ગિલે 150 રન બનાવી ઓલઆઉટ થયા બાદ બાંગ્લાદેશને ધીમી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. જોકે રાહુલ 23 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ શુબમન ગિલે સદી પૂરી કરી હતી. આઉટ થતા પહેલા શુબમન ગિલે 152 બોલમાં 110 રન બનાવ્યા હતા. આ સાથે જ ચેતેશ્વર પૂજારાએ 52 ઇનિંગ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી પૂરી કરી હતી. પુજારાએ સદી ફટકારતાં જ ભારતે ઈનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારતે કુલ 512 રનની લીડ મેળવી હતી. જેમાં બાગ્લાદેશના બોલર મહેદી હસન અને ખાલિદ અહમદને એક-એક વિકેટ મળી હતી.

જોકે, બીજા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે 8 વિકેટે 133 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર મેહદી હસન મિરાઝ અને ઇબાદત હુસૈન હાજર હતા. ત્રીજા દિવસની રમત શરૂ થતા જ કુલદીપ યાદવે બાંગ્લાદેશને 9મો ઝટકો આપ્યો હતો. કુલદીપે શાનદાર બોલિંગ કરતાં ત્રીજા દિવસે ઈબાદતને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી અક્ષર પટેલે મેહદી હસનને આઉટ કરતાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગને 55.5 ઓવરમાં 150 રનમાં સમેટી લીધી હતી.

Download Our B K News Today App



Related News