ભારતે રસાકસીભરી મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું : અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-02 18:00:38
  • Views : 410
  • Modified Date : 2022-11-02 18:00:38

    એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં જ 60 રન ફટકારી દીધા હતા. લિટન દાસે માત્ર 21 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી છે. વરસાદના કારણે મેચ 16 ઓવરની થઈ ગઈ છે. ત્યારે હવે બાંગ્લાદેશને 9 ઓવરમાં 85 રનની જરૂર છે.લિટન દાસ 27 બોલમાં 60 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેને કેએલ રાહુલે રનઆઉટ કર્યો હતો. તો શમીએ નઝમુલ હુસૈન શાન્તોને 21 રને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. તો અર્શદીપ સિંહે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા અફિફ હુસૈન અને પછી શાકિબ અલ હસનને આઉટ કરીને ટીમને ગેમમાં લાવી દીધુ હતું. અને આ પછી હાર્દિકે યાસિર અલીને પેવેલિયનમાં મોકલ્યો હતો.અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી હવે T20 વર્લ્ડ કપમાં પણ કિંગ બની ગયો છે. તેણે બાંગ્લાદેશની સામે 44 બોલમાં 64 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. આ મેચમાં વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બનવા માટે કોહલીને 16 રનની જરૂરી હતી. તેણે 16 રન બનાવતાં જ શ્રીલંકાના મહેલા જયવર્ધનેને પાછળ છોડીને હવે T20 વર્લ્ડ કપમાં ટૉપ સ્કોરર બની ગયો છે.

Download Our B K News Today App



Related News