ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા બીજી T-20 ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી

  • Published By :
  • Published Date : 2022-09-24 15:09:45
  • Views : 285
  • Modified Date : 2022-09-24 15:09:45

મેચ 2 કલાક મોડી શરૂ થઈ

ટૉસ પહેલા 6:30 વાગે થવાનો હતો. પરંતુ વેટ આઉટફિલ્ડના કારણે ટૉસ 9:15 વાગે થયો હતો. મેચમાં અંપાયર્સે કુલ ત્રણવાર આઉટફિલ્ડ ચેક કરી હતી. જેમાં પહેલા બે વખત તો તેઓ આઉટફિલ્ડને લઈને ખુશ નહોતા. પરંતુ ત્રીજીવારના ચેકિંગમાં તેઓ રમાડવા માટે તૈયાર હતા. વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થતા હવે 8-8 ઓવરની મેચ રમાશે. એટલે કે બોલર 2 ઓવર નાખી શક્શે.અગાઉ ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ વેડે માત્ર 20 બોલમાં 43 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની સ્ટ્રાઈક રેટ 215ની રહી હતી. કેપ્ટન ફિંચે 15 બોલમાં 31 રન માર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી.

Download Our B K News Today App



Related News