ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-22 13:51:37
  • Views : 537
  • Modified Date : 2019-12-22 13:51:37

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની ત્રીજી વનડેમાં કટક ખાતે 3 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. એવીન લુઈસ 1 રને અને શાઈ હોપ 3 રને રમી રહ્યા છે.ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં કટક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. નવદીપ સૈની પોતાની ડેબ્યુ મેચ રમી રહ્યો છે, તેને ઈજાગ્રસ્ત દિપક ચહરની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત કટકમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ક્યારેય હાર્યું નથી અને આજે તેની નજર સતત 10મી સીરિઝ પર રહેશે. વિન્ડીઝ 2006થી ભારતને વન-ડે સીરિઝમાં હરાવી શક્યું નથી. ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે છેલ્લે ઓસ્ટ્રેલિયાએ 2-3થી હરાવ્યું હતું. એવામાં વિન્ડીઝ ટીમ પણ આ અંતિમ મેચ જીતવા માગશે.જેમાં ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી,નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.વિન્ડીઝની પ્લેઈંગ 11: એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, જેસન હોલ્ડર, કીમો પોલ, અલઝારી જોસેફ, ખેરી પિઅરે અને શેલ્ડન કોટરેલસીરિઝમાં રોહિત કુલ 195 રન સાથે ટોપ પર છે. રોહિતે બીજી મેચમાં 159 રનની ઈનિંગ્સ રમી. હોપએ બંને મેચમાં 50+ રનની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ મેચમાં તેણે અણનમ 102 રનની ઈનિંગ્સ રમી હતી. બોલિંગમાં શમી અને કોટ્રેલની 4-4 વિકેટ છે. ગત મેચમાં ડાબોડી સ્પિનર કુલદીપે હેટ્રિક ઝડપી હતી ઓપનર રોહિત ઈન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં 2019માં 2379 રન કરી ચૂક્યો છે. જો તે વધુ 9 રન કરી લે છે તો તે 1 વર્ષમાં ઓપનર તરીકે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બનશે. 1997માં સનથ જયસૂર્યાએ ઓપનર તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2387 રન કર્યા હતા.

Download Our B K News Today App



Related News