ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે નાગપુરમાં ટી-20

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 18:25:10
  • Views : 480
  • Modified Date : 2019-11-09 18:25:10

ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચમાં રવિવારે નાગપુર ખાતે ટકરાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે.  ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનો લક્ષ્ય શ્રેણીમાં નવી પ્રતિભા શોધવાનો હતો, જોકે ટીમ તેવું કરવામાં નિષ્ફ્ળ રહી છે. લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે શાનદાર વાપસી કરી છે. પરંતુ શિવમ દુબે અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શક્યા નથી. ઓપનર શિખર ધવન અને વિકેટકીપર ઋષભ પંતનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે અને નાના ફોર્મેટમાં આ મેચ તે બંને માટે મહત્ત્વની સાબિત થઇ શકે છે.રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બની શકે છે.રોહિત શર્માએ વનડેમાં 232, T-20માં 115 અને ટેસ્ટમાં 51 સિક્સ મારી છે. 32 વર્ષીય ઓપનર નાગપુરમાં 2 સિક્સ મારે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બનશે. અગાઉ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે 400 સિક્સનો આંક વટાવ્યો છે. ગેલે 534 અને આફ્રિદીએ 476 સિક્સ મારી છે.નાગપુરમાં ઇન્ડિયાએ ત્રણમાંથી બે ટી-20 ગુમાવી છે.નાગપુરમાં 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 144 રન ડિફેન્ડ કરતા ભારત 5 રને મેચ જીત્યું હતું. તેની પહેલા 2016માં વર્લ્ડ T-20માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 126 રન કરતાં ટીમ 79 રનમાં ઓલઆઉટ થઇ હતી. જયારે 2009માં ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ T-20માં શ્રીલંકા વિરુદ્ધ 216 રન ચેઝ કરતાં ટીમ 186 રન જ કરી શકી હતી. આમ ટીમે ત્રણમાંથી બે T-20 ગુમાવી છે. ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રણેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જ જીતી છે. જોકે બે મેચ લો-સ્કોરિંગ રહી હતી અને એક મેચ હાઈ-સ્કોરિંગ રહી હતી. નોંધ લેવા જેવી બાબત એ છે કે લો-સ્કોરિંગ મેચો તે જ રહી હતી જેમાં સ્પિનર્સને પિચમાંથી ફાયદો મળ્યો હતો, આ સમયે પિચ સૂકી હોય તેવી સંભાવના છે. રવિવારે ચાહકોને વધુ એક રનફેસ્ટ જોવા મળી શકે છે.ખલીલ અહેમદની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે.ચહલના શાનદાર સ્પેલ થકી ભારતે બાંગ્લાદેશને રાજકોટ ખાતે 153 રનના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું. તે પછી રોહિતે પોતાની આગવી શૈલીથી બેટિંગ કરીને મેચને વન-સાઇડેડ કરી હતી. વોશિંગ્ટન સુંદરે અનુશાસન સાથે બોલિંગ કરી છે અને ઘણો ઈકોનોમિકલ સાબિત થયો છે, જોકે તેના નામ આગળ વિકેટ બોલતી નથી. ખલીલ અહેમદ સીરિઝની બંને મેચમાં ભારતીય બોલિંગ લાઈનઅપની સૌથી કમજોર જડી રહ્યો છે અને આજે તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. શ્રેણીમાં મનીષ પાંડે, સંજુ સેમસન અને રાહુલ ચહરને પણ હજી સુધી ચાન્સ મળ્યો નથી અને કદાચ હવે તેમણે પ્લેઈંગ 11નું ભાગ બનવા માટે વિન્ડીઝ ભારત આવે ત્યાં સુધી રાહ જોવી પડે તેવી શક્યતા વધારે છે.ભારતીય બેટિંગ પ્રભાવિત કરવામાં નિષ્ફ્ળ રહી છે.રાજકોટમાં રોહિતે ટીમને એકલા હાથે મેચ જીતાડી હતી. જોકે તેના અને શ્રેયસ ઐયર સિવાય અન્ય કોઈ બેટ્સમેને પ્રભાવિત કર્યા નથી. શિખર ધવન અને ઋષભ પંતનું ફોર્મ ચિંતાનો વિષય છે. લોકેશ રાહુલ મોટો સ્કોર કરી શક્યો નથી, શિવમ દુબે દિલ્હીમાં ફ્લોપ રહ્યો હતો. રવિવારે ભારતીય બેટિંગ લાઈનઅપ પાસે નાગપુરની ફ્લેટ વિકેટ પર એક ગ્રુપ તરીકે ફોર્મમાં પરત ફરીને સીરિઝ જીતવાની તક છે.બાંગ્લાદેશ સરપ્રાઈઝ કરવા સક્ષમ છે.ભારત રવિવારે સીરિઝ જીતવા ફેવરિટ છે. પરંતુ બાંગ્લાદેશની ટીમ દિલ્હીની જેમ સરપ્રાઈઝ કરી શકે છે. શાકિબ અલ હસન અને તમીમ ઇકબાલની ગેરહાજરીમાં પણ ટીમના અન્ય બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો છે. રાજકોટમાં પણ તેમણે સારી શરૂઆત કરી હતી અને જો તેઓ કટોકટીની પરિસ્થિતિમાં સંયમ જાળવે તો રવિવારે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. 20 વર્ષીય લેગ સ્પિનર અમીનુલ ઇસ્લામે સૌથી વધુ ઈમ્પ્રેસ કર્યા છે. તેણે 2 મેચમાં 4 વિકેટ ઝડપી છે. જોકે તેને અન્ય બોલર્સ અને ટીમનો સૌથી અનુભવી T-20 ખેલાડીઓ મુસ્તફિઝુર રહેમાનનો ટેકો મળે તે જરૂરી છે. રહેમાન બંને મેચમાં ભારતીય બેટ્સમેન સામે લાઈન અને લેન્થ માટે ઝઝૂમ્યો છે.

Download Our B K News Today App



Related News