ભારત સામેની ટી-20 સીરિઝ માટે બાંગ્લાદેશે ટીમ જાહેર કરી, વર્લ્ડ કપ પછી બ્રેક લેનાર શાકિબની વાપસી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:53:15
  • Views : 453
  • Modified Date : 2019-10-18 11:53:15

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગુરુવારે ભારત પ્રવાસ માટે ટીમ જાહેર કરી હતી. આ ટીમ અહીં ત્રણ ટી20 મેચ રમશે. વર્લ્ડ કપ પછી બ્રેક લેનારા શાકિબ અલ હસનની ટીમમાં વાપસી થઈ છે. સ્પિનર અરાફાત સન્ની અને ફાસ્ટ બોલર હુસૈનનો પણ ટીમમાં સમાવેશ થયો છે. શબ્બીર રહેમાન, તૈજુલ ઇસ્લામ, રુબેલ હોસેન અને નજમુલ બહાર થઈ ગયા છે. આ મેચ 3, 7 અને 10 નવેમ્બરે યોજાશે. પ્રથમ ટી-20 દિલ્હી, બીજી ટી-20 રાજકોટ અને ત્રીજી ટી-20 નાગપુર ખાતે રમાશે. 2 ટેસ્ટ મેચની સીરિઝ માટેની ટીમ પછીથી જાહેર કરવામાં આવશે.ટીમ: શાકિબ (કેપ્ટન), તમીમ, લિટન દાસ, સરકાર, મોહમ્મદ નઈમ, મુશ્ફિકુર, મહમૂદુલ્લાહ, અફીક હુસૈન, મોસાદેક, અમિનુલ ઈસ્લામ, અરાફાત સન્ની, સૈફુદ્દીન, હુસૈન, રહેમાન અને શૈફુલ ઈસ્લામ.

Download Our B K News Today App



Related News