ભારત અને પાકની એક મૅચ ગમે તે ખેલાડીને હીરોમાંથી ઝીરો બનાવી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 11:54:55
  • Views : 506
  • Modified Date : 2019-06-16 11:54:55

રમત હોય કે રાજકારણ, જ્યારે કટ્ટર હરીફો ટકરાય ત્યારે રોમાંચ પેદા થાય છે અને એમાં પણ જો હરીફો ભારત અને પાકિસ્તાન જેવા હોય તો તેનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.પછી રમત માત્ર રમત ન રહેતા પ્રતિષ્ઠાનો સવાલ બની જાય છે. 'ભારત વિશ્વ કપ હારી જાય તો ભલે પણ પાકિસ્તાન સામે જો જીતવું જ જોઈએ' એવું કહેનારા અનેક લોકો દેશમાં મળી આવશે. એવી જ રીતે પાકિસ્તાનમાં પણ આનાથી ઊલટું કહેનારા લોકોની કમી નથી.ભારત અને પાકિસ્તાન વચ્ચે દિલધડક મુકાબલો આવતી કાલે માન્ચૅસ્ટરમાં યોજાવાનો છે.ભારત અને પાકિસ્તાન હવે તો એકબીજાની ધરતી પર રમતા નથી પણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં બંને તટસ્થ સ્થળે સામસામે આવી જ જાય છે.આ વખતે ટુર્નામેન્ટનું માળખું એવું બન્યું છે કે ભારત-પાકિસ્તાનને સામસામે રમવાનું આવે જ.એટલું જ નહીં પ્રત્યેક ટીમે સામસામે રમવાનું છે. ઉપરાંત સેમિફાઇનલ કે ફાઇનલમાં પણ બંને ટીમ સામસામે રમી શકે છે.2008માં મુંબઈ પરના હુમલા બાદ બંને દેશ વચ્ચે સિરીઝનું આયોજન અટકી ગયું છે. પાકિસ્તાન વારંવાર ભારત સાથે સિરીઝ રમવાની માગણી કરે છે અને આઇસીસીમાં નુકસાનના વળતરની ફરિયાદ પણ કરે છે, પરંતુ હવે મૅચ યોજવી ક્રિકેટ બોર્ડના હાથમાં રહી નથી.હવે ટીમને આમંત્રણ આપવું કે ટીમને મોકલવી તેનો નિર્ણય સરકારે કરવાનો છે અને હાલના તબક્કે બેમાંથી એકેય ટીમ હરીફના દેશમાં જઈને રમે તેવી કોઈ શક્યતા જણાતી નથી.આ સંજોગોમાં રમતપ્રેમીઓ માટે એશિયા કપ કે વર્લ્ડ કપ કે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી જ શ્રેષ્ઠ તક બની રહે છે અને તેથી જ ભારત-પાકિસ્તાન જંગને રમતગમત મુકાબલાઓનો મહારાજા ગણવામાં આવે છે.


Download Our B K News Today App



Related News