IND vs ENG : વિરાટ કોહલી પેવેલિયનમાં નિરાશ દેખાયો, કેપ્ટન રોહિતે આ રીતે વધાર્યું પોતાનું મનોબળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-13 13:41:03
  • Views : 62
  • Modified Date : 2025-02-13 13:41:03

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી મેચ 142 રનથી જીતી છે. આ સાથે ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવામાં પણ સફળ રહી હતી. અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં વિરાટ કોહલી 52 રનની ઈનિગ્સ રમી હતી. પરંતુ તે આઉટ થયા બાદ પેવેલિયનમાં નિરાશ જોવા મળ્યો હતો

ભારતીય ટીમે ચેમ્પિયન ટ્રોફી 2025 પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી 3 મેચની વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી છે. આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરવામાં પણ સફળતા મેળવી છે. આ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય હતી. જેમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરે ધમાલ બોલાવી હતી.

આ મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ચાહકોને આશા હતી કે વિરાટ સદી ફટકારી પરંતુ વિરાટ અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન તે ખુબ નિરાશ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ તેનું મનોબળ વધાર્યું હતુ.

 

Download Our B K News Today App



Related News