બીજી ટેસ્ટમાં શુભમન ગિલ અને સિરાજ ડેબ્યુ કરશે, સાહાના બદલે પંતને તક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:28:25
  • Views : 343
  • Modified Date : 2020-12-25 13:28:25

    ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. બે ખેલાડીઓ ટેસ્ટ ડેબ્યૂ કરશે. તે છે શુભમન ગિલ અને ઝડપી બોલર છે મોહમ્મદ સિરાજ. વિકેટકીપિંગની જવાબદારી ઋષિમાન સાહાથી લણે ઋષભ પંતને સોંપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરનાર પૃથ્વી શોને     ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે, રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે.કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી રજા પર ભારત પરત ફર્યા છે. માટે કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. મિડલ ઓર્ડરના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન રહેશે.અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

    જાડેજાએ ભારત માટે 49 ટેસ્ટમાં 35 થી વધુની સરેરાશથી 1,869 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 14 ફિફ્ટીનો સમાવેશ છે. તેણે પોતાના છેલ્લા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફિફ્ટી ફટકારી હતી. આ સિવાય તેણે 49 ટેસ્ટ મેચમાં 24.63ની એવરેજથી 213 વિકેટ પણ ઝડપી છે. આથી, તેને ઓલરાઉન્ડર તરીકે તેને પ્લેઇંગ-11 માં સ્થાન આપવામાં આવ્યું છે.વોર્મ-અપ મેચોમાં સારૂ પ્રદર્શન કરનાર લોકેશ રાહુલને આ વખતે પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. સુનીલ ગાવસ્કર સહિત કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રાહુલને ટીમમાં સામેલ કરવાની માંગ કરી હતી. પરંતુ, ટીમ મેનેજમેન્ટે હનુમા વિહારીને તક આપી, કદાચ કારણ કે તે પાર્ટ ટાઈમ સ્પિન પણ કરી શકે છે.ભારતીય ઓપનર પૃથ્વી શો ડે-નાઇટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં અને મેચના બીજા બોલ પર મિશેલ સ્ટાર્ક તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું તો ખોલાવ્યું, પરંતુ તે ફક્ત 4 રન જ બનાવી શક્યો અને પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થઈ ગયો.



Download Our B K News Today App



Related News