બીજી T20 સીરિઝમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમે કરી બરાબરી

  • Published By :
  • Published Date : 2022-09-14 15:36:28
  • Views : 212
  • Modified Date : 2022-09-14 15:36:28

143 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ સારી રહી હતી. જોકે શેફાલી વર્મા 20 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં પાવરપ્લેમાં ટીમે 55 રન બનાવી લીધા હતા. ભારતની બીજી વિકેટ 77 રન પર પડી હતી જ્યારે દયાલાન હેમલતા 9 રન કરીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઓપનર સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમને 16.4 ઓવરમાં લક્ષ્ય સિદ્ધ કરી આપ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝના પહેલા મુકાબલામાં યજમાન ઈંગ્લેન્ડની જીત થઈ હતી. પહેલી મેચમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજા ટી-20 મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ સામે ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 146 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાના ધમાકેદાર ઈનિંગ રમી હતી અને તેના દમ પર ભારતને 8 વિકેટથી જીત મળી છે. પહેલી મેચમાં ભારતીય ટીમે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 3 મેચની સીરિઝમાં ટકી રહેવા માટે ભારતીય ટીમ માટે મંગળવારની મેચ જીતવી ખૂબ જરૂરી બની ગયું હતું. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. યજમાન ઈંગ્લેન્ડ તરફથી ફ્રેયા કેમ્પ 51 રનની ઈનિંગ રમી હતી. જ્યારે મૈયા બાઉચિયરે 34 રન બનાવ્યા હતા. તે સિવાય અન્ય કોઈની બેટિંગ ખાસ નહોતી રહી. જ્યારે ભારત તરફથી સ્નેહ રાણાને 3 વિકેટ મળી હતી અને રેણુકા સિંહ-દીપ્તિ શર્માએ પણ 1-1 વિકેટ લીધી હતી.  

Download Our B K News Today App



Related News