ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ 227 રનમાં સમેટાઈ ગઇ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-23 18:12:14
  • Views : 463
  • Modified Date : 2022-12-23 18:12:14

ઉમેશ યાદવ (25/4) અને રવિચંદ્રન અશ્વિન (71/4)ની મદદથી ભારતે ગુરુવારે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશને 227 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે પ્રથમ દિવસની રમત પુરી થાય તે પહેલા વિના વિકેટે 19 રન ખડક્યા હતા. બાંગ્લાદેશે ટોસ જીતીને આરામથી બેટીંગ પસંદ કરી હતી અને પ્રથમ સેશનમાં જ બે વિકેટ ગુમાવવા છતાં 82 રન જોડયા હતા.
બાંગ્લાદેશ બીજા સેશનમાં આક્રમક બેટિંગ કરવાના ઇરાદા સાથે ઉતર્યું હતું, પરંતુ લંચ બાદ કેપ્ટન શાકિબ અલ હસન (16)એ પ્રથમ બોલ પર ચેતેશ્વર પૂજારાને કેચ આપી દીધો હતો.
શાકીબ બાદ મુશ્ફિકુર રહીમ (26) અને લિટન દાસ (25) વહેલા પેવેલિયનમાં પાછા ફર્યા હતા, જોકે મોમિનુલ હકે બાંગ્લાદેશની ઈનિંગને સંભાળી લીધી હતી. મોમિનુલે 84 રનની રમતી વખતે મેહદી હસન મિરાઝ (15) સાથે છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. મોમીનુલે તેની 157 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
દિવસની રમત પૂરી થવાના એક કલાક પહેલા જ બાંગ્લાદેશે માત્ર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લી પાંચ વિકેટ માત્ર 14 રનના અંતરે પડી ગઈ હતી અને ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત માટે ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ચાર-ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે 12 વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં આવેલા જયદેવ ઉનડકટને બે સફળતા મળી હતી.
દિવસની રમતના અંત સુધીમાં શુબમન ગિલે 14 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલે ત્રણ રન બનાવ્યા હતા.

Download Our B K News Today App



Related News