નેશન્સ કપમાં ભારતે જાપાનને હરાવીને સતત બીજી જીત નોંધાવી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:56:52
  • Views : 169
  • Modified Date : 2022-12-14 17:56:52

ભારતીય મહિલા હોકી ટીમે જીતનો સિલસિલો જારી રાખતાં એફઆઇએચ વિમેન્સ નેશન્સ કપ 2022માં જાપાનને 2-1થી પરાજય આપ્યો છે. ભારતે સોમવારે રમાયેલી મેચમાં સલીમા ટેટે (5મી મિનિટ) અને બ્યુટી ડુંગડુંગ (40મી મિનિટ)ના ગોલથી જીત મેળવી હતી. જાપાનનો એકમાત્ર ગોલ રુઈ તાકાશીમાએ 49મી મિનિટે ફટકાર્યો.
ભારતે પ્રથમ મેચમાં આક્રમક શરૂઆત કરી હતી. નવજોત કૌરે પાંચમી મિનિટે સલીમાને પાસ અપાવ્યો હતો, જ્યારે સલીમાએ જાપાન સર્કલમાં શાનદાર ફૂટવર્કનું પ્રદર્શન કરતાં બોલને નેટમાં ધકેલીને ભારતને 1-0થી સરસાઈ અપાવી હતી. જાપાને પ્રથમ ક્વાર્ટરના અંત પહેલા જ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો, પણ ભારતીય ડિફેન્સે તેમને સ્કોરની બરોબરી કરવાની તક આપી નહતી.
ભારતે બીજા ક્વાર્ટરમાં જાપાન પર પ્રભુત્વ જણાવ્યું હતું અને બે પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા પણ તેઓ તેમના પર ગોલ ફટકારી શક્યા નહતા. ગોલરહિત બીજા ક્વાર્ટર બાદ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતને પણ પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જોકે આ વખતે પણ ગુરજિત કૌરની ડ્રેગફ્લિક ક્રોસબાર ઉપરથી પસાર થઈ ગઈ હતી.
ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલી બ્યૂટીએ 40મી મિનિટમાં ટીમને બીજી સફળતા અપાવી હતી. તેણે પીચની મધ્યમાંથી દર્શનીય ટેકલ કર્યો હતો અને જાપાનના ડિફેન્સને ભેદીને ભારતની સરસાઈને બેવડાવી દીધી હતી.
આખરી ક્વાર્ટરમાં તાકાશીમાના ગોલ બાદ જાપાનને પણ પેનલ્ટી મળી હતી પણ ભારતીય ડિફેન્સે સ્કોરને 2-1થી આગળ જવા દીધો નહતો.
ભારતે પોતાની પ્રથમ મેચમાં ચિલીને 3-1થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારત હવે ગૂ્રપ-બીમાં પ્રથમ સ્થાને આવી ગયું છે, જ્યારે ગૂ્રપ-એમાં યજમાન સ્પેન સતત બે મેચ સાથે ટોચના સ્થાને છે. ભારતની આગામી મેચ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે થશે.

Download Our B K News Today App



Related News