પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની મેચ માં પાકિસ્તાન ના નસિમ શાહ એ છેલ્લી ઓવર માં બે સિક્સર મારીને વિજય

  • Published By :
  • Published Date : 2022-09-08 15:15:48
  • Views : 230
  • Modified Date : 2022-09-08 15:15:48

બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સ્ટેડિયમમાં જ બંને દેશના ફેન્સ સામસામે આવી ગયા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આમાં ચાહકો એકબીજા પર ખુરસી ફેંકતાં અને સૂત્રોચ્ચાર કરતાં જોવા મળે છે.VIDEOમાં જોવા મળી રહ્યું છે કે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ચાહકો સ્ટેન્ડમાં ખુરસીઓ ઉખાડીને ફેંકતા પોતાના દેશોના ઝંડા લહેરાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, મેચ હાર્યા બાદ અફઘાન સમર્થકોએ સ્ટેડિયમમાં કેટલાક પાકિસ્તાની ચાહકોને માર માર્યો હતો. સુપર ફોરની મેચની છેલ્લી ઓવર સુધી અફઘાનિસ્તાન જીતી જશે એવું લાગતું હતું. પાકિસ્તાનની છેલ્લી વિકેટ ક્રીઝ પર હતી અને નસીમ શાહ સ્ટ્રાઇક પર હતો. 6 બોલમાં 12 રનની જરૂર હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી રહેલા ફઝલ્લાહ ફારુકીના હાથમાં બોલ હતો. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની હાર નિશ્ચિત છે, પરંતુ ફારુકીએ સતત 2 બોલમાં ફુલટોસ ફેંક્યો અને નસીમે બંને બોલ પર સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી. અહેવાલો અનુસાર, આ પછી અચાનક સ્ટેડિયમમાં લડાઈ શરૂ થઈ ગઈ.

Download Our B K News Today App



Related News