ICC વીમેન્સ T20I રેન્કિંગમાં ભારતીય સ્પિનર રાધા બીજા ક્રમે યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:19:31
  • Views : 539
  • Modified Date : 2019-12-21 18:19:31

આઈસીસીની વીમેન્સ T20 આંતરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતીય સ્પિનર રાધા યાદવ બીજું સ્થાન યથાવત્ રાખવામાં સફળ રહી છે જ્યારે ભારતની અન્ય બે બોલર્સ દીપ્તી શર્મા અને પૂનમ યાદવ અનુક્રમે પાંચમા તેમજ છઠ્ઠા ક્રમે નીચે સરકી છે.બેટિંગની યાદીમાં જેમિમા રોડ્રિગ્સ ચોથા સ્થાને રહી છે જ્યારે સ્મૃતિ મંધાના અને હરમનપ્રિત કૌર પણ અનુક્રમે સાતમા અને નવામાં ક્રમે યથાવત રહી હતી. ટીમ રેન્કિંગમાં ભારતની વીમેન્સ ક્રિકેટ ટીમ ચોથા સ્થાને રહી છે. અગાઉની યાદીમાં પણ ભારતીય વીમેન્ટ ટીમનો ચોથો ક્રમ હતો. આઈસીસી વીમેન્ટ T20I રેન્કિંગમાં અન્ય ખેલાડીઓમાં સ્પિનર શોફી એક્કલેસ્ટોન અને ઓપનર એમ જોન્સે તેમની કારકિર્દીના શ્રેષ્ઠ ક્રમાંક મેળવ્યો હતો. કુઆલાલંપુર ખાતે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાયેલી સીરિઝમાં ઈંગ્લેન્ડે પાક.ને 3-0થી હરાવતા આ બન્ને ખેલાડીઓને પોતાના રેન્કિંગમાં લાભ થયો હતો. એક્કલેસ્ટોન ત્રણ ક્રમાંક આગળ વધીને ચોથા સ્થાને પહોંચી છે અને ઈંગ્લેન્ડની સૌપ્રથમ મહિલા બોલર બની છે જેને 700થી વધુ રેટિંગ મોઈન્ટ્સ મળ્યા હોય. અગાઉ 2016માં ઈંગ્લેન્ડની આન્યા શ્રુબ્સોલે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.ઓસ્ટ્રેલિય મહિલા ખેલાડી મેઘન સ્કુટ્ટ બોલર્સના રેન્કિંગમાં મોખરે રહી હતી અને તેને 727 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા હતા. વિકેટકીપર બેટર તરીકે જોન્સે સદી ફટકારતા તે 30 ક્રમના જમ્પ સાથે 17માં ક્રમે પહોંચી ગઈ છે જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ છે. બેટર્સની યાદીમાં ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાન યથાવત રહી છે.

Download Our B K News Today App



Related News