ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલી ટોચના સ્થાને યથાવત્, રહાણે આઠમાં ક્રમે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 18:11:11
  • Views : 562
  • Modified Date : 2020-01-24 18:11:11

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનો તાજ પોતાની પાસે જાળવી રાખ્યો છે. જ્યારે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના રેન્કિંગમાં સુધારો થતા તે આઠમા ક્રમે પહોંચ્યો છે.જ્યારે કેપ્ટન કોહલી 928 પોઈન્ટ સાથે રેન્કિંગમાં મોખરાના સ્થાને રહ્યો છે અને તેના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ કરતા 17 પોઈન્ટ્સ વધુ રહ્યા હતા. આ યાદીમાં છઠ્ઠા ક્રમે 791 પોઈન્ટ્સ સાથે ચેતેશ્વર પૂજારા રહેતા ટોચના 10 ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું હતું. અજિંક્ય રહાણે 759 પોઈન્ટ્સ સાથે આઠમા ક્રમે હતો.આઈસીસી ટોપ બોલર્સની યાદીમાં 794 પોઈન્ટ્સ સાથે ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છઠ્ઠા સ્થાને રહ્યો છે. આ ઉપરાંત ટોચના 10 બોલર્સમાં રવિચંદ્રન અશ્વિન (આઠમો) અને મોહમ્મદ શમીનો (દસમો) પણ સમાવેશ થાય છે.દરમિયાન આઈસીસી ઓલ-રાઉન્ડર્સની યાદીમાં 438 પોઈન્ટ્સ સાથે રવિન્દ્ર જાડેજા ચોથા ક્રમે રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ બદલ શ્રીલંકન ખેલાડી એંજેલો મેથ્યૂઝ ટોચના 20 બેટ્સમેનની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.ઓલરાઉન્ડર્સની યાદીમાં ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ બીજા ક્રમે રહ્યો હતો. શાનદાર સદી સાથે સ્ટોક્સ તેના કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ ક્રમે પહોંચ્યો છે. બેટિંગમાં સ્ટોક્સ દસમાં ક્રમે જ્યારે બોલિંગમાં 29માં ક્રમે રહ્યો છે.

Download Our B K News Today App



Related News