આઇસીસી વન-ડે રેન્કિંગ્સમાં રોહિત-કોહલી ટોપ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 16:33:43
  • Views : 465
  • Modified Date : 2019-12-24 16:33:43

આઇસીસીએ જાહેર કરેલી વન-ડે પ્લેયરોની રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ પર છે. આ બત્ને પ્લેયરો અનુક્રમે ૮૮૭ અને ૮૭૩ પોઇન્ટ્સ સાથે પહેલા અને બીજા ક્રમે છે. ઓપનર તરીકે રોહિતે સનથ જયસૂર્યાનો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન કરવાનો ૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વળી વિરાટ કોહલીએ  ત્રીજી વન-ડેમાં  ૮૫ રનની પારી રમી એક કેલેન્ડર વર્ષમાં દરેક ફોર્મેટમાં મળીને કુલ ૨૪૫૫ સન બનાવ્યા હતા. આ બન્ને દિગ્ગજ પ્લેયરો સહિત લોકેશ  રાહુલ અને શ્રેયસ અય્યરને પણ આઇસીસી રેન્કિંગમાં ફાયદો મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર શાઈ હોપ પણ ટોપ ૧૦મા સામેલ થયો છે.

Download Our B K News Today App



Related News