આઇએએસ વિજય નહેરાના પુત્ર આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-15 10:54:18
  • Views : 161
  • Modified Date : 2023-04-15 10:54:18


આઇએએસ અધિકારી વિજય નહેરના પુત્ર આર્યન સપ્ટેમ્બર મહીનામાં યોજનારા એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સ માટે પસંદગી થતા હવે આર્યન સપ્ટેમ્બર-૨૦૨૩માં ચાઇનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.


તદ્દઉપરાંત જુલાઇ-૨૦૨૩માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા જોડાશે.  યુએસએના શિકાગો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં ૮૦૦ ફ્રી સ્ટાઇલને ૮ મિનિટ ૦૩.૧૫ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.


Download Our B K News Today App



Related News