પિયુષ ચાવલાના પિતાનું કોરોનાથી નિધન, લેગ-સ્પિનરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 13:35:34
  • Views : 363
  • Modified Date : 2021-05-10 13:35:34

    ભારત અને મુંબઈ ઇન્ડિયન્સના લેગ સ્પિનર પિયુષ ચાવલાના પિતા પ્રમોદનું સોમવારે કોરોનાને લીધે નિધન થયું છે. પિયુષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.તેણે લખ્યું કે, “ખૂબ જ દુઃખ સાથે જણાવું છું કે મારા પિતા પ્રમોદ કુમાર અમને છોડીને સ્વર્ગ માટે રવાના થયા છે. તેઓ કોવિડ અને પોસ્ટ કોવિડ સમસ્યાઓથી પીડિત હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.” મુંબઇ ઇન્ડિયનોએ પણ ચાવલાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ફ્રેન્ચાઈઝે લખ્યું, “અમારા વિચારો પિયુષ ચાવલા સાથે છે જેમણે આજે સવારે તેમના પિતા પ્રમોદકુમાર ચાવલાને ગુમાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારા અને તમારા પરિવારની સાથે છીએ. મજબુત રહો."

    ઉલ્લેખનીય છે કે, પિયુષ ચાવલાએ 2006માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તે ભારત માટે 3 ટેસ્ટ, 25 વનડે અને 7 ટી-20 રમ્યો છે. તેમાં પિયુષને અનુક્રમે 7, 32 અને 4 વિકેટ મળી છે. તે 2011ની વર્લ્ડ કપ વિનિંગ ટીમનો સદસ્ય હતો. તેને 2021ની સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.


Download Our B K News Today App



Related News