ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ,વુમન્સ T-20 ટીમની કપ્તાન હરમનપ્રીત કોર પણ સંક્રમિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-30 11:59:13
  • Views : 368
  • Modified Date : 2021-03-30 12:00:53

    થોડા દિવસ પહેલાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમનારા ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની પહેલાં આ સિરીઝના સચિન તેંડુલકર, ઇરફાનના ભાઈ યુસુફ પઠાણ અને સુબ્રહ્મણ્યમ બદ્રીનાથનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇરફાને આ સિરીઝમાં પાર્થિવ પટેલ અને આકાશ ચોપડા સાથે કોમેન્ટરી પણ કરી હતી. તે સિવાય ઇન્ડિયન વુમન્સ T20 ટીમની કપ્તાન હરમનપ્રીત કોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    ઇરફાને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ‘મેં લક્ષણો ન હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી હું ઘરે ક્વોરન્ટીન થયો છું. મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને મારી અપીલ છે કે તેઓ પણ પોતાની તપાસ કરાવી લે. બધા જ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.’રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમવામાં આવી હતી. એ દરમિયાન 16મી માર્ચે ડ્રેસિંગ રૂમમાં લિજેન્ડ્સના ખેલાડીઓ સાથે કેપ્ટન સચિન તેંડુલકરે કેક કાપી હતી. સચિને આ દિવસે જ ક્રિકેટ કરિયરમાં 100 સદી ફટકારી હતી. આ સેલિબ્રેશનમાં ઇરફાન પઠાણ, યુવરાજ, યુસુફ, મોહમ્મદ કૈફ અને પ્રજ્ઞાન ઓઝા સહિત અન્ય ખેલાડીઓ પણ સામેલ થયા હતા.


    ભારતીય વુમન્સ T-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર પણ કોરોના પોઝિટિવ છે. માઈલ્ડ લક્ષણો હોવાથી હરમને સોમવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા સામેની અંતિમ વનડેમાં ઈજાગ્રસ્ત થતાં હરમન તેમની સામે લખનઉ ખાતેની T-20માં નહોતી રમી. તે અત્યારે પોતાના ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં છે. ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, સાઉથ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન બધા ખેલાડીઓનો રેગ્યુલર ટેસ્ટ થતો હતો. તેથી હરમન શ્રેણી પછી જ સંક્રમિત થઈ હશે.

Download Our B K News Today App



Related News