હરમનપ્રીત 100 ટી-20 રમનાર પ્રથમ ભારતીય બની, ધોની અને રોહિતથી 2 મેચ આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 13:10:40
  • Views : 438
  • Modified Date : 2019-10-05 13:10:40

ભારતીય મહિલા ટી-20 કપ્તાન હરમનપ્રીત કોર 100 ટી-20 રમનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. આ મામલે તે મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માથી બે મેચ આગળ છે. રોહિત અને ધોનીએ અત્યાર સુધીમાં 98 ટી-20 રમ્યા છે. જ્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ 72 ટી-20 રમ્યો છે.હરમનપ્રીતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ આ મેચ 105 રને હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના 175 રનના જવાબમાં ભારત 70 રનમાં ઓલઆઉટ થયું હતું. જોકે ભારતે સીરિઝ 3-1થી જીતી હતી.

Download Our B K News Today App



Related News