ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઈનલમાં હાર્યા પછી હરમનપ્રીત કૌર રડી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-25 15:33:10
  • Views : 500
  • Modified Date : 2023-02-25 15:33:10

ટી20 વર્લ્ડ કપમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં હાર્યા પછી ઈન્ડિયન વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર રડી પડી હતી. પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા મેચ પછી હરમનને મળવા ગઈ હતી, તો હરમનપ્રી કૌર તેને ભેટી પડી હતી. જોકે પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી હતી.

હરમનપ્રીતે મેચ પછી પ્રેઝેંટેશનમાં ચશ્મા પહેરી રાખ્યા હતા. તેણે કહ્યું હતું કે, 'હું નથી ઇચ્છતી કે દેશ મને રડતા જોવે. જો હું છેલ્લે સુધી ક્રિઝ પર રહી હોત, તો આપણે મેચ જીતી જાત. જો મારું બેટ ક્રિઝમાં ના અટક્યું હોત, તો તે રન સરળતાથી મળી જાત. અમે એક ઓવર પહેલા જ મેચ જીતી જાત. રિચા અને દીપ્તિ ક્રિઝ પર હતી. મને પૂરો વિશ્વાસ હતો. આખી ટૂર્નામેન્ટમાં રિચાએ શાનદાર બેટિંગ કરી છે. પણ 7-8 બોલે આખી બાજી પલટી નાખી અને અમે મેચ હારી ગયા.'

સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી અને આ જોડીના કારણે ભારત જીત તરફ અગ્રેસર થયું હતું.

પરંતુ જેમિમાની વિકેટ પડ્યા પછી હરમનપ્રીત કૌર પણ કમનસીબે રનઆઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત બીજો રન લેતી વખતે તેનું બેટ ક્રિઝમાં ફસાઈ ગયું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચ 5 રને હારી ગઈ હતી.

અંજુમ ચોપરાએ કહ્યું કે 'હું ટીમની કેપ્ટનને સહાનુભૂતિ આપવા માગતી હતી. બહારથી તો સહાનુભૂતિ જ દઈ શકું છું. આ એક ભાવુક પળ હતી. ઘણીવાર ભારતીય ટીમ સેમિફાઈનલ પહોંચી અને હારી છે.'

મેં ઘણીવાર જોયું છે કે તે ઈજાથી અને માંદી હતી અને તેના કારણે તે પરેશાન હતી. કદાચ તે સેમિફાઈનલ રમી પણ ના હોત. તે હરમનપ્રીત કૌર છે અને આ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ હતી. તે પાછળ હટીને જનારાઓમાંથી નથી પણ તે એક ડગલું આગળ વધીને રમનાર ખેલાડીઓમાંથી એક છે.'

 

'મેચ પહેલા તે ખુદ આ સ્થિતિમાં નહોતી કે તે 20 ઓવર ફિલ્ડિંગ કરી શકે. છતાં તે રમી અને પૂરી 20 ઓવર ફિલ્ડિંગ કરી હતી. હરમનપ્રીતે આશા જગાડી હતી. આપણે 5 રને હાર્યા છીએ. જે સ્થિતિમાં મેચ હતી, હું સમજી શકું છું કે તેની સ્થિતિ શું હશે.'

હરમનપ્રીત કૌરનો રનઆઉટ ટર્નિંગ પોઇન્ટ હતો, જેમિમા બાઉન્સર પર આઉટ થઈ

જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર એક તબક્કે મેચને ભારતના પક્ષમાં લાવી દીધી હતી. પરંતુ જેમિમા ખરા સમયે ઓસ્ટ્રેલિયાની બોલર ડાર્સી બ્રાઉનની એક બાઉન્સરને અપર કટ મારવાના ચક્કરમાં વિકેટકીપરના હાથમાં કેચ દઈ બેઠી હતી. ત્યારે ઈન્ડિયાનો સ્કોર 10.2 ઓવરમાં 97 રન હતો. ત્યારે ભારત જીતી જશે, એવું જ લાગી રહ્યું હતું.

આ પછી હરમનપ્રીત કૌર 15મી ઓવરમાં રનઆઉટ થઈ હતી. આ જ મેચનો ટર્નિંગ પોઇન્ટ હતો. ઓવરના ચોથા બોલે બીજો રન લેવાના પ્રયાસમાં હરમનપ્રીત કૌરનું બેટ ક્રિઝમાં અટકી ગયું હતું. તે રન પૂરો ના કરી શકી અને તે રનઆઉટ થઈ હતી.

Download Our B K News Today App



Related News