હાર્દિક પંડ્યા પહેલી વખત વન-ડેની કેપ્ટનશિપ કરશે, ઉનડકટ 10 વર્ષ પછી વન-ડે ટીમમાં પરત ફર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-21 15:20:18
  • Views : 485
  • Modified Date : 2023-02-21 15:20:18

ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી 2 ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા પ્રથમ વખત વન-ડે ફોર્મેટમાં પણ ભારતની કપ્તાની કરશે. રવીન્દ્ર જાડેજાની વન-ડે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે નહીં રમે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનનું ઈનામ જયદેવ ઉનડકટને હવે મળ્યું. જયદેવને 10 વર્ષ પછી વન-ડે ટીમમાં રમવાની તક મળી છે.

રોહિત પારિવારિક કારણોસર પ્રથમ વન-ડે નહીં રમે. તે બીજી વન-ડેથી ટીમ સાથે જોડાશે અને કેપ્ટનશિપ કરશે. ટેસ્ટ ટીમમાં વાઈસ-કેપ્ટન તરીકે કોઈ ખેલાડીનું નામ નથી. એટલે કે કેએલ રાહુલ હવે ટીમના વાઇસ કેપ્ટન નથી.

રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટેસ્ટ ટીમમાં કોઈ ખેલાડીને વાઈસ કેપ્ટન તરીકે રાખવામાં આવ્યો નથી. પ્રથમ 2 ટેસ્ટમાં કેએલ રાહુલના નામની આગળ વાઈસ કેપ્ટન લખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં કેએલ રાહુલ ટીમના ઉપ-કેપ્ટન છે કે નહીં તે અંગે શંકા છે. રાહુલને બંને ટેસ્ટમાં તક આપવામાં આવી હતી, પરંતુ તે માત્ર 20, 17 અને એક રન બનાવી શક્યા હતા.

જો ટેસ્ટ ટીમમાંથી રાહુલની વાઈસ કેપ્ટનશિપ છીનવાઈ ગઈ છે. તેથી હવે ટીમ ઈન્ડિયા રોહિતને ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઓપનિંગ કરાવી શકે છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇશાન કિશન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ, જેઓ પ્રથમ બે ટેસ્ટ રમ્યા ન હતા તેઓ ટીમમાં યથાવત છે. ત્રીજી ટેસ્ટ 1 માર્ચે ઈન્દોરમાં અને ચોથી ટેસ્ટ 8 માર્ચે ધર્મશાળામાં રમાશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટની સિરીઝ પૂરી થયા પછી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વન-ડે રમવાની છે. સિરીઝની પહેલી મેચમાં વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના કેપ્ટન હશે. રોહિત શર્મા પારિવારિક કારણોસર પહેલી મેચ નહીં રમે. તેઓ બીજી મેચથી ટીમમાં જોડાશે અને કેપ્ટનશિપ કરશે.

હાર્દિકે હજુ સુધી વન-ડેમાં ટીમની કમાન નથી સંભાળી. તેમણે અત્યાર સુધી T20માં જ ટીમની કમાન સંભાળી છે. તેમની કેપ્ટનશિપ હેઠળ 11માંથી 8 મેચમાં તેમણે ટીમને જીત અપાવી છે. 2માં હાર મળી અને એક મેચ ટાઈ રહી.

ઘૂંટણની ઈજા પછી ટેસ્ટ ટીમમાં કમબેક કર્યા પછી રવીન્દ્ર જાડેજાની વન-ડે ટીમમાં પણ વાપસી થઈ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વન-ડે ટીમથી બહાર થઈ ગયા છે.

 

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક અને શાર્દુલ ઠાકુર.

 

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (C), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટ), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવ

Download Our B K News Today App



Related News