શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 18:00:32
  • Views : 478
  • Modified Date : 2022-12-29 18:00:32

શ્રીલંકા સામે તારીખ 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ ટી-20ની શ્રેણીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ભારતીય ટીમનું સુકાન સંભાળશે, જ્યારે અંગૂઠાની ઈજાનો ભોગ બનેલો નિયમિત કેપ્ટન રોહિત શર્મા વન ડે શ્રેણીમાં પાછો ફરશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે ગત મોડી સાંજે રમાનારી ટી-20 અને વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્ય કુમાર યાદવ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં પણ ભારતના વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. ભારતના સ્ટેન્ડ ઇન કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલીને બાંગ્લાદેશ પ્રવાસ પર ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે રિષભ પંતને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. બંગાળનું પ્રતિનિધિત્વ કરનાર યુપીના શિવમ માવી અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર ટી-20 શ્રેણી દ્વારા ભારતીય ટીમમાં પદાર્પણ કરશે.
શિખર ધવન ફરી એક વખત વન ડે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યારે હાર્દિક પંડ્યા વન-ડે શ્રેણીમાં ભારતનો વાઇસ કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે.
ભારતીય ટીમઃ

ટી-20 ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્સર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
વનડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્સર પટેલ, મોહમ્મદ. શમી, મો. સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
શ્રીલંકા સામેની ટી-20 અને વન ડે મેચોની તવારીખ

ભારતીય ટીમ પહેલી ટી-20 મેચ 3 જાન્યુઆરીએ શ્રીલંકા સામે મુંબઈમાં રમશે. બીજી ટી-20 તારીખ પાંચમી જાન્યુઆરીએ પૂણેમાં રમાશે અને શ્રેણીની ત્રીજી અને આખરી મેચ તારીખ 7મી જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે. આ પછી કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તારીખ 10મી જાન્યુઆરીથી ગુવાહાટીમાં ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ કરશે. શ્રેણીની બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં અને ત્રીજી મેચ 15 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં રમાશે.


Download Our B K News Today App



Related News