ગુજરાત સેમિફાઇનલમાં તમિલનાડુ સામે પાંચ વિકેટે હાર્યું, કાર્તિકની ટીમ શનિવારે કર્ણાટક સામે ફાઇનલ રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 17:41:56
  • Views : 462
  • Modified Date : 2019-10-24 17:41:56

પાર્થિવ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિજય હઝારે ટ્રોફીની સેમિફાઇનલમાં બેંગ્લુરુ ખાતે તમિલનાડુ સામે 5 વિકેટે હાર્યું હતું. વરસાદના લીધે મેચ 40 ઓવરની કરવામાં આવી હતી. પાર્થિવ, પ્રિયાંક પંચાલ અને અક્ષર પટેલ બેટ વડે મોટું યોગદાન ન આપી શકતા ગુજરાત માત્ર 177 રન કરી શક્યું હતું. તમિલનાડુ માટે એમ મોહમ્મદે 3 વિકેટ લીધી હતી. રનચેઝમાં શાહરુખ ખાનની ફિફટી અને છઠી વિકેટ માટે વોશિંગ્ટન સુંદર સાથે અણનમ 85 રનની ભાગીદારી થકી તમિલનાડુએ 1 ઓવર બાકી રાખીને મેચ જીતી હતી. તમિલનાડુ શનિવારે ફાઇનલમાં કર્ણાટક સામે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમશે.ગઈકાલે રાંચી ખાતે દ. આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ સમાપ્ત થતાં રવિચંદ્રન અશ્વિન આજે તમિલનાડુની ટીમ સાથે જોડાય ગયો હતો. તેણે પોતાની પ્રથમ ઓવરમાં પ્રિયાંકને આઉટ કરીને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો. પાર્થિવ 13 રને સુંદરની બોલિંગમાં આઉટ થયો હતો. ધ્રુવ રાવલે 40 રન કર્યા હતા જોકે તેની ઇનિંગ્સ ટીમને 200ના અંકે પહોંચાડી શકી ન હતી. રનચેઝમાં મુરલી વિજય 3 અને બાબા અપરિજિત 6 રને આઉટ થતાં તમિલનાડુ દબાણમાં આવી ગયું હતું. જોકે કપ્તાન દિનેશ કાર્તિક અને અભિનવ મુકુંદે 47 અને 32 રનનું યોગદાન આપીને ટીમને સારી સ્થિતિમાં લાવી દીધી હતી. તે પછી સુંદર અને શાહરૂખે મેચને ફિનિશ કરી હતી. શાહરૂખે 45 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 56* રન કર્યા હતા.કર્ણાટકે છત્તીસગઢને 9 વિકેટે હરાવ્યું. અન્ય સેમિફાઇનલમાં ​​​​​​​કર્ણાટકે છત્તીસગઢને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં છત્તીસગઢ 223 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે અમનદીપ ખારે સૌથી વધુ 78 રન કર્યા હતા. કર્ણાટક માટે વી કૌશિકે 4 વિકેટ લીધી હતી. રનચેઝમાં દેવદત્ત પડીકલના 92, લોકેશ રાહુલના 88* અને મયંક અગ્રવાલના 47* રન થકી કર્ણાટકે સરળતાથી મેચ જીતી હતી.

Download Our B K News Today App



Related News